વડોદરા: 71માં પ્રજાસત્તાક દિન નિમિત્તે વડોદરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મનુભાઈ ટાવર BJP કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સાંસદ રંજનબેનભટ્ટ, ધારાસભ્યઓ, પાલિકાના કાર્યકરો, કાઉન્સિલરો અને બહોળી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે હાજર લોકોએ પરસ્પર એક-બીજાને 71માં પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવી હતી.