- ફાયર NOC નહીં ધરાવનારા કોવિડ હોસ્પિટલની પરવાનગી તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ
- ફાયર NOC નહીં હોવાથી 125 કોવિડ હોસ્પિટલોની પરવાનગી રદ
- શહેરની કોવિડ હોસ્પિટલોમાં નવા દર્દીઓ દાખલ કરી શકાશે નહીં
વડોદરા મહાનગર પાલિકાની હદમાં ફાયર NOC નહીં ધરાવતી 125 કોવિડ હોસ્પિટલની પરવાનગી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.હવે પછી આ હોસ્પિટલમાં કોરોના ના નવા દર્દીઓને દાખલ કરી શકાશે નહીં.હાલમાં આવી NOC વિનાની હોસ્પિટલોમાં દર્દીઓ દાખલ થયેલા છે. તેઓની સારવાર પૂરી કરીને ડિસ્ચાર્જ આપવાની સૂચના વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે.આ હોસ્પિટલો જો બાદમાં એનઓસી મેળવી લે તો નવેસરથી પરવાનગી અપાશે. વડોદરા મહાનગર પાલિકાની હદમાં કોવિડની 221 હોસ્પિટલ છે.જેમાંથી 96 પાસે NOC છે અને 125 પાસે નથી.જ્યારે 32 હોસ્પિટલ પાલિકાની હદ બહાર આવેલી છે.
આ પણ વાંચો : હાઇકોર્ટે ફાયરસેફ્ટી મામલે AMCની ઝાટકણી કાઢી, કહ્યું- કોર્ટ આદેશ કરે ત્યારે જ પગલાં લેવાઈ છે
ફાયર NOC નહીં લેનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવશે
વડોદરા શહેર વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણની પરિસ્થિતિ અને હાઈકોર્ટના હુકમને અનુલક્ષીને કોરોના દર્દીઓની સારવાર કરી રહેલી હોસ્પિટલને ફાયર NOC મેળવી લેવા હાઇકોર્ટના હુકમ બાદ તમામ હોસ્પિટલને સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ફાયર NOC મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ હોસ્પિટલો માટે ફાયર NOC મેળવી લેવા કેમ્પનું પણ આયોજન કર્યું છે.
આ પણ વાંચો : 4 હોસ્પિટલ પાસે ફાયર NOC ન હોવાથી આણંદ ફાયર વિભાગ દ્વારા અપાઇ નોટિસ
221 હોસ્પિટલ પૈકી માત્ર 96 કોવિડ હોસ્પિટલો પાસે જ ફાયર NOC
તારીખ 15 ડિસેમ્બરની સ્થિતિએ ફક્ત 53 હોસ્પિટલ પાસે ફાયર NOC હતી. જેમાં હવે વધારો થયો છે. કુલ 253 હોસ્પિટલો દ્વારા NOC મેળવી લેવામાં આવી છે. આમ છતાં હજી સુધી જે હોસ્પિટલોએ NOC મેળવેલી નથી. તેને ધ્યાને રાખી શહેરની સેગમેન્ટ -1, સેગમેન્ટ- 2 અંતર્ગત માન્યતા આપવામાં આવેલી હોસ્પિટલ પૈકી 96 હોસ્પિટલમાં તારીખ 27 મેથી કોવિડ 19ના દર્દીઓ દાખલ કરી કોરોનાની સારવાર અર્થે પરવાનગી આપવામાં આવે છે. આ અંગેની પરવાનગી ધરાવતી હોસ્પિટલો ફાઇનલ ફાયર NOCની નવેસરથી માંગણી કરી પરવાનગી મેળવી લેવા જણાવ્યું છે. પરવાનગી ન ધરાવતી હોસ્પિટલોના આકસ્મિક સંજોગોમાં અથવા તાત્કાલિક જરૂરિયાત જણાય તેવા પ્રસંગે મુખ્ય આરોગ્ય અધિકારીનો સંપર્ક કરીને દર્દીના હિતમાં પરવાનગી મેળવી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે.