ETV Bharat / city

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારામારી

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં શહીદોને પ્રથમ શ્રદ્ધાંજલી આપવાના મુદ્દે વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં અફરાતફરી મચી હતી.

Vadodara
Vadodara
author img

By

Published : Mar 24, 2021, 10:55 AM IST

  • વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં મારામારી
  • ABVP અને AGSUનાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
  • શહીદોને પુષ્પાંજલિ કરવાનાં મુદ્દે વિદ્યાર્થીઓ બાખડ્યા

વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શહીદોને પ્રથમ શ્રદ્ધાંજલી આપવાના મુદ્દે વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં અફરાતફરી મચી હતી. જોકે મામલો ઉગ્ર બને તે પહેલાં જ વિજિલન્સ વિભાગ દ્વારા કાર્યકરોને છુટા પાડીને મામલો થાળે પાડ્યો હતો.

એમ એસ યુનિવર્સિટી
એમ એસ યુનિવર્સિટી

ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને પુષ્પાંજલિ કરવાની હોડમાં મારામારી

સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે મંગળવારે શહીદ દિન હોવાના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારા શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને એજીયુએસ દ્વારા યુનિટ બિલ્ડીંગ ખાતે રાખવામાં આવ્યો હતો. બન્ને વિદ્યાર્થી સંગઠન દ્વારા શહીદોની પ્રતિમાઓને પ્રથમ પુષ્પાંજલિ અર્પણ કરવાના મુદ્દે મામલો બિચક્યો હતો. જેમાં બંને સંગઠનના વિદ્યાર્થીઓ આમને સામને આવી ગયા હતા અને મારામારી પર ઉતરી ગયા હતા.

વિદ્યાર્થી સંગઠનો
વિદ્યાર્થી સંગઠનો

આ પણ વાંચો : વડોદરાની MS યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ કર્યો ચીનનો વિરોધ

યુનિવર્સિટી વિજિલન્સનાં જવાનોએ મામલો થાળે પાડ્યો

શહીદોની પ્રતિમા પાસે જ વિદ્યાર્થી સંગઠન દ્વારા મારામારી થતા ભાગદોડ મચી ગઇ હતી. વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મામલો ઉગ્ર બને તે પહેલા જ વિજિલન્સના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને છુટા પાડીને મામલો થાળે પાડ્યો હતો. આ સાથે આ બનાવની જાણ યાજીગંજ પોલીસને થતાં પોલીસ કાફલો પણ દોડી ગયો હતો અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનોએ પોતે પ્રથમ શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે આવ્યાં હોવાનો દાવો કર્યો હતો. એબીવીપીના વિદ્યાર્થીઓએ કેસરી ઝંડા સાથે પુષ્પાંજલિ આપવા પહોંચ્યાં હતા. શહિદ દિને શહિદોને પ્રથમ પુષ્પાંજલિ અર્પણ કરવાની હોડમાં વિદ્યાર્થી સંગઠનોએ કરેલા અશોભનિય વર્તન કરતા કેમ્પસમાં ચક્યાર મચી હતી.

વિદ્યાર્થી સંગઠનો
વિદ્યાર્થી સંગઠનો

આ પણ વાંચો : MS યુનિવર્સિટીમાં NSUI તેમજ AGSUના નેતાઓએ માસ પ્રમોશન આપવાની માગ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.