ETV Bharat / city

Farmers Protest in Vadodara: 5 વર્ષ પછી પણ વળતર ન મળતા ખેડૂતોએ ગેઈલ ઈન્ડિયા કંપની સામે બાંયો ચડાવી, MLA પણ વિરોધમાં જોડાયા

વડોદરામાં ખેડૂતોએ ગેઈલ ઈન્ડિયા કંપની સામે વિરોધ (Farmers Protest in Vadodara) નોંધાવ્યો છે. કંપનીએ ખેડૂતોને વળતર ન ચૂકવતા ખેડૂતોએ હવે કંપની સામે બાંયો ચડાવી (Farmers who did not get compensation) છે. તો હવે ખેડૂતોએ લડી લેવાનો મુડ બનાવી લીધો છે. ચોકારી ગામના ખેડૂતોએ (Farmers of Chokari village in Vadodara protest) ગેઈલ ઈન્ડિયા કંપનીની ઓફીસની બહાર ધરણા કર્યા હતા. જ્યારે ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર પણ તેમની (MLA Jaspal Singh Padhiar's support to farmers' protest) સાથે જોડાયા હતા.

Farmers Protest in Vadodara: ગેઈલ ઈન્ડિયા કંપની સામે ખેડૂતોએ ચડાવી બાંયો, MLA પણ વિરોધમાં જોડાયા

author img

By

Published : Dec 14, 2021, 9:32 AM IST

  • વડોદરામાં ચોકારી ગામના ખેડૂતોએ કર્યા ધરણા
  • ગેઈલ ઈન્ડિયા કંપની સામે ખેડૂતોએ ચડાવી બાંયો
  • કંપનીએ યોગ્ય વળતર ન ચૂકવતા ખેડૂતોનો વિરોધ
  • ખેડૂતોના વિરોધમાં ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર પણ જોડાયા
  • 5 વર્ષ જેટલો સમય થયા બાદ પણ વળતર નહીં મળતાં ખેડૂતો દ્વારા ધરણાં

વડોદરાઃ શહેરના ચોકારી ગામના ખેડૂતોએ (Farmers Protest in Vadodara) ગેઈલ ઈન્ડિયા કંપની સામે વિરોધ (Farmers protest against Gail India Company) દર્શાવતા ધરણા પ્રદર્શન કર્યું હતું. કંપનીએ 5 વર્ષનો સમય થયો છતાં વળતર ન ચૂકવતા ખેડૂતોમાં રોષ (Farmers who did not get compensation) જોવા મળ્યો હતો, જેના કારણે ખેડૂતોએ હવે લડી લેવાનો મૂડ બનાવી લીધો છે. વળતર મુદ્દે ચોકારી ગામના ખેડૂતો ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારની આગેવાનીમાં ગેઈલ ઈન્ડિયાની ઓફિસ બહાર ધરણા (MLA Jaspal Singh Padhiar's support to farmers' protest) યોજવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Students Protest in Junagadh: 48 કલાકથી ધરણા કરતા ધરમપુર BRS કોલેજના વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા વાંસદાના ધારાસભ્ય

ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર હજી સુધી નથી મળ્યું

આ અંગે મળતી માહિતી અનુસાર, વર્ષ 2016માં પાદરા તાલુકાના ચોકારી ગામમાં ગેઈલ ઈન્ડિયા કંપની દ્વારા પાઈપલાઇનની કામગીરી હાથ (Operation of pipeline in Chokari village) ધરવામાં આવી હતી. તે દરમિયાન જ પૂર આવતા ખેડૂતોની જમીનનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયું હતું, જેના વળતર પેટે ગેઈલ ઇન્ડિયા કંપનીએ ખેડૂતોને વળતર ચૂકવી આપવાની જાહેરાત કરી હતી. રૂપિયા 91 લાખના વળતરની જાહેરાતને આજે 5 વર્ષ જેટલો સમય થયા બાદ પણ વળતર નહીં મળતાં ખેડૂતો આજે ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારની આગેવાનીમાં (MLA Jaspal Singh Padhiar's support to farmers' protest) ધરણા યોજવામાં અકોટા સ્થિત ગેઈલ ઇન્ડિયાના કાર્યાલય પર આવી પહોંચ્યા હતા.

ખેડૂતોના વિરોધમાં ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર પણ જોડાયા

ધરણા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

જોકે, અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગેઈલની ઓફિસ ખાતે પોલીસ બંદોબસ્ત ચાપી દેવામાં આવ્યો હતો, પરંતુ અહીં ખેડૂતો અને ધારાસભ્ય વચ્ચે વિરોધાભાસ જોવા મળ્યો હતો. ધારાસભ્ય જશપાલસિંહ અને ખેડૂત અગ્રણીઓ દ્વારા ગેઈલ ઇન્ડિયાના અધિકારીને મળી રજૂઆત કરતાં સામેથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.

આ પણ વાંચોઃ NSUI Protests: ABVPના કાર્યક્રમમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસરો હાજર રહેતા NSUIનો વિરોધ

લેખિત બાંહેધરી મળશે તો જ વિરોધ અટકશેઃ ખેડૂતો

ધારાસભ્યના જણાવ્યા મુજબ, સરકારી વિભાગોમાં તાલમેલના અભાવે ખેડૂતોનું વળતર અટક્યું છે, જે ટૂંક સમયમાં ચૂકવી આપવામાં આવશે તેવી બાહેંધરી મળી છે, પરિણામે ખેડૂતો આજે ધરણાં કરશે નહીં. બીજી તરફ ખેડૂતોએ ગેઈલ ઈન્ડિયા કંપની બહાર સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો, ખેડૂતોનું કહેવું છે કે, મૌખિક બાહેંધરી તેમને સ્વીકાર્ય નથી. ગેઈલ ઈન્ડિયા કંપની લેખિતમાં બાંહેધરી આપે તો જ અમારો વિરોધ અટકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.