- નંદેસરીમાં સુશાંતકુમાર રોય નામનો વ્યક્તિ “રોય ક્લિનિક” ચલાવતો હતો
- 20 વર્ષથી વગર ડિગ્રીએ દવાખાનું ખોલી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો
- 3 વર્ષથી નંદેસરીમાં રોય ક્લિનિક ખોલી દવાઓ-ઇન્જેક્શન્સ આપતો
- પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે રોય ક્લિનિકમાં દરોડો પાડી બોગસ ડૉક્ટરની ધરપકડ કરી
વડોદરા: વડોદરા શહેર પાસેની નંદેસરી જીઆઇડીસી (Nandesari GIDC) સ્થિત પોસ્ટ ઓફિસ નજીક એક ઓરડીમાં બોગસ તબીબ છેલ્લાં ઘણા વર્ષોથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી પીસીબીને મળી હતી. જેના આધારે પોલીસે નંદસેરી સ્થિત રોય ક્લિનિક પર દરોડો પાડી તપાસ કરતા કોયલી ખાતે આવેલી અવધ વિહાર સોસાયટીમાં રહેતો સુશાંતકુમાર રોય વગર ડિગ્રીએ એલોપેથીની પ્રક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચોઃ વડોદરા નંદેસરી પોલીસેએ બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પડ્યો
કડકાઈથી પૂછપરછ બાદ ખુલ્યો ભેદ
પોલીસે (Vadodara Nandesari Police) સુશાંતકુમાર પાસે તબીબી પ્રેક્ટિસ માટેની ડિગ્રી અંગે પૂછતાં વગર ડિગ્રીએ એલોપેથીની પ્રેક્ટિસ કરતો હોવાનુ ખુલ્યું હતુ. પોલીસે આ મામલે સુશાંતકુમાર રોયની કડકાઇથી પૂછપરછ કરતા છેલ્લાં 20 વર્ષથી વગર ડિગ્રીએ ડોકટર તરીકે પ્રેક્ટિસ કરી ક્લિનિકમાં સારવાર અર્થે આવતા દર્દીઓને એલોપોથીની દવાઓ આપતો, જરૂર પડે તો બોટલો ચઢાવી ઇન્જેક્શન પણ આપતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. છેલ્લાં 20 વર્ષથી સુશાંતકુમાર વગર ડિગ્રીએ લોકોને એલોપેથીની દવાઓ, ઇન્જેક્શન આપી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના આરોપસર પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ ધીરજ હોસ્પિટલના સંચાલક અને તેના પુત્રએ નોટિસનો જવાબ આપવા વધુ 10 દિવસની મુદત માંગી