- શિક્ષક સજ્જતા કસોટીના આયોજનને મુદ્દે શિક્ષકો અને રાજય સરકાર આમનેસામને
- કારોબારીની તાકીદની બેઠકમાં કસોટીના બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો
- વડોદરાના પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો
- શિક્ષણ વિભાગ શિક્ષકોની પરીક્ષા લઈ અપમાન કરી રહો હોવાના આક્ષેપ
વડોદરાઃ ગુજરાત સરકાર તરફથી શિક્ષક સજ્જતા પરીક્ષાનો આજે વડોદરા શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં અંદાજે 900 જેટલા શિક્ષકોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હોવાની માહિતી મળવા પામી છે.
શિક્ષક પહેલેથી જ છે એટલે જ શિક્ષક છે પરીક્ષા લેનારની પરીક્ષા કેવી રીતે લેવાય : શિક્ષક સંઘ પ્રમુખ
વડોદરા શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી શિક્ષક સજ્જતા પરીક્ષા અંગે શિક્ષકોએ રાજ્ય સરકારના આ નિર્ણયને વખોડી કાઢી જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની પરીક્ષા લેનારની પરીક્ષા કેવી રીતે લેવાય.શિક્ષકોને અવારનવાર તાલીમ આપવામાં આવતી હોય છે.
નિષ્ઠા તાલીમ વર્ગ પણ શિક્ષકો માટે યોજવામાં આવ્યો હતો
તાજેતરમાં નિષ્ઠા તાલીમ વર્ગ પણ શિક્ષકો માટે યોજવામાં આવ્યો હતો. તેમ છતાં શિક્ષકોની પરીક્ષા લેવામાં આવી રહી છે,તે અયોગ્ય છે. શિક્ષકોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ નિર્ણય પરત લેવો જોઈએ. કારણ કે શિક્ષક પહેલેથી સજ્જ છે. એટલે જ શિક્ષક છે.શિક્ષણ વિભાગ શિક્ષકોની પરીક્ષા લઈ કરી અપમાન કરી રહી છે. વધુમાં શિક્ષકોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષકો પ્રત્યે કડક વલણ અપનાવશે તો આગામી દિવસોમાં શિક્ષક સંઘ જે નિર્ણય કરશે તે પ્રમાણે આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સજ્જતા સર્વેક્ષણ મામલો: શૈક્ષણિક સંઘનો દાવો 90 ટકા શિક્ષકો નહિ આપે પરીક્ષા, પ્રાથમિક શિક્ષક સંઘનો દાવો 1 લાખથી વધુ ટીકીટ કરાઈ ડાઉનલોડ
આ પણ વાંચોઃ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પર કોંગ્રેસે કહ્યું : સરકારે પહેલાં નીતિ અને નિયતને સુધારવાની જરૂર છે