ETV Bharat / city

વડોદરાઃ બેન્ક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓએ પડતર પ્રશ્નોની માંગણીને લઈ ધરણાં કર્યા - Vadodara Bank of India

બેન્ક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓના અધિકાર તેમજ પડતર પ્રશ્નોની માંગણી નહીં સ્વીકારાતા મંગળવારે દેશભરમાં આપેલા ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ સ્ટાફ યુનિયનના આહવાનને પગલે વડોદરા બેન્ક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓએ ધરણાં કરી ઉગ્ર સુત્રોચાર સાથે દેખાવો કર્યા હતા. જેમાં જુદા જુદા શહેરોમાંથી યુનિયનના અગ્રણીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

વડોદરા બેન્ક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓએ પડતર પ્રશ્નોની માંગણીને લઈ ધરણાં કર્યા

author img

By

Published : Dec 15, 2020, 11:02 PM IST

  • પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા રાજ્યભરમાં બેન્ક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓએ ધરણાં કર્યા
  • વડોદરાની સુભાનપુરા ઝોનલ શાખા ખાતે દેખાવો કરી બેંક કર્મચારીઓએ ઉગ્ર સુત્રોચાર કર્યા
  • માંગણી સંતોષવામાં નહીં આવે જાન્યુઆરીમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનો નિર્ણય

વડોદરાઃ શહેરના સુભાનપુરા સ્થિત બેન્ક ઓફ ઇન્ડિયાની ઝોનલ શાખા ખાતે પડતર પ્રશ્નોની માંગ નહીં સંતોષાતાં બેન્ક ઓફ ઇન્ડિયાના એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા બેન્ક કર્મચારીઓએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો.

છેલ્લાં એક વર્ષથી કરવામાં આવી રહ્યા છે આંદોલનાત્મક કાર્યક્રમો

બેન્ક ઓફ ઇન્ડિયા એમ્પ્લોઇઝ યુનિયનના કર્મચારીઓ છેલ્લા એક વર્ષથી પોતાના પડતર પ્રશ્નોના નિરાકારની માંગ કરી રહ્યા છે. જે આજદિન સુધી સ્વીકારવામાં નહીં આવતા ધરણા કરી વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં પણ મેનેજમેન્ટ દ્વારા પેટનું પાણી ન હલતા મંગળવારે વધુ એક વખત સુભાનપુરા સ્થિત બેન્ક ઓફ ઇન્ડિયાની ઝોનલ ઓફિસ ખાતે બેન્ક ઓફ ઇન્ડિયા એમ્પ્લોઇઝ યુનિયનના નેજા હેઠળ કર્મચારીઓએ ધરણા કરી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે દેખાવ કર્યા હતા.

માંગ નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદતની હડતાલની ચીમકી ઉચ્ચારી

જો હજી પણ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જ્વલદમાં જ્વલદ આંદોલન કરવાની સાથે સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની બેંક કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.