વડોદરા ગુજરાતમાં હાલ ફરી એકવાર વારસાદી માહોલ જામ્યો છે. એવામાં વડોદરા શહેરના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. જેને લઈને શહેરના કલેકટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમમાંથી Sardar Sarovar Dam ગત રાત્રે પાણી છોડવામાં આવ્યું છે. જેને લઇ વડોદરા જિલ્લાના Villages of Vadodara District ડભોઇ, સિનોર અને કરજણ તાલુકામાં કેટલાક ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો Sardar Sarovar Dam 5 દરવાજા ખોલાતાં જ સર્જાયાં મનોહર દ્રશ્ય
સરદાર સરોવર ડેમમાંથી હાલમાં 1.45 લાખ ક્યુસેક પાણી છોડાયું નદી કાંઠા કે નદીમાં માછીમારો ન જાય તે માટે પણ તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. હાલમાં એક NDRFની ટીમ NDRF team પણ રાખવામાં આવી છે. આ સાથે જ સરદાર સરોવર ડેમમાંથી હાલમાં 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે.
આ પણ વાંચો સુરતના ઉકાઇ ડેમ પર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા લાઇટિંગ કરવામાં આવ્યું
જિલ્લાના ત્રણ તાલુકા અસરગ્રસ્ત ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી ગત રાત્રે 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે અસરગ્રસ્ત Affected talukas of Vadodara district વડોદરા જિલ્લાના ત્રણ તાલુકા છે જેમાં ડભોઇના ચાણોદ, કરનાળી નંદેરીયા અસરગ્રસ્ત છે. શિનોર તાલુકામાં મઢી દેવસ્થાનMadhi Devasthan in Shinor taluka, અનસૂયા ટેમ્પલ, માલસર, બરકાલ ગામ અસરગ્રસ્ત છે. જ્યારે દિવેર, સુરાસામળ, માંડવા, શિનોર, કંજેઠા, અંબાલી, ઝાંઝડ, મોલેથા, દરિયાપુરા ગામ નીચેવાળા છે. કરજણ તાલુકામાં પુરા, આલમપુરા, લીલાઈપુરા, નાની કોરલ, મોટી કોરલ અને જુના સાયર ગામ અસરગ્રસ્ત છે. જ્યારે સાંગડોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજણપુરા ગામ નીચાણવાળા ગામો છે. જે ખૂબ જ અસરગ્રસ્ત તેને લઈ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને નદીમાં ન જવા સૂચનો તંત્રને આપવામાં આવ્યા છે.