ETV Bharat / city

વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ કૌભાંડ: સરકારી બેડના દર્દીઓ પાસેથી રૂપિયા તો નથી લીધાને તપાસ શરૂ કરવામાં આવી - ધીરજ હોસ્પિટલ

વાઘોડિયાની ધીરજ જનરલ હોસ્પિટલમાં સરકારી બેડ પર વધારે દર્દીઓ બતાવીને સરકાર પાસેથી રૂપિયા પડાવી લેવાનું ષડયંત્ર બહાર આવ્યુ હતું. આ કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં સરકારી બેડ પર ખરેખર જે દર્દીઓ દાખલ હતાં. તેમની પાસેથી પણ હોસ્પિટલે બિલની જેમ રકમ તો વસૂલી નથી ને...? તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ કૌભાંડ મામલો
વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ કૌભાંડ મામલો
author img

By

Published : May 25, 2021, 2:01 PM IST

  • વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ કૌભાંડ મામલો
  • સરકારી બેડના દર્દીઓ પાસેથી નાણાં તો પડાવ્યા નથીને, તપાસ શરૂ
  • તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો
  • જિલ્લા પંચાયતના CDHOએ ત્રણ પાનાનો પત્ર લખી સવાલોના જવાબો માંગ્યા

વડોદરા: ધીરજ હોસ્પિટલમાં ફેક દર્દીઓનું લિસ્ટ બનાવી રાજ્ય સરકારની તિજોરીમાંથી કરોડો રૂપિયા ઓળવી લેવાનો કારસો રચનાર વિવાદાસ્પદ મનસુખ શાહ આણી સળ મંડળીનો ભાંડો ફુટતા જિલ્લા પંચાયતના સીડીએચઓએ 3 પાનાનો પત્ર લખી આકરા સવાલોના જવાબો માગ્યા છે.જ્યારે બીજીબાજુ જીલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ કસુરવારોને જવાબો પૂર્તતા સાથે બોલાવ્યા છે.Conclusion:હોસ્પિટલના સંચાલક મનસુખ આણી મંડળીનું સરકાર સાથેનું એમ.ઓ.યુ સ્થગિત કરી દેવાયા બાદ આગળના આકરા પગલા ભરાશે.

સરકારી બેડના દર્દીઓ પાસેથી નાણાં તો પડાવ્યા નથીને, તપાસ શરૂ

આ પણ વાંચો: વડોદરાની કૌભાંડી ધીરજ હોસ્પિટલમાંથી ડમી દર્દીઓનું લિસ્ટ મળી આવ્યું

મનસુખ આણિ પાસે માંગ્યો ખુલાસો

ધીરજ હોસ્પિટલમાં આચરવામાં આવેલા કૌભાંડના ગુનાના મૂળ સુધી પહોંચવા માટે કસુરવારો સામે ફોજદારી રાહે કામ ચલાવાશે એવો હુંકાર પણ DDO કિરણ ઝવેરીએ કર્યો હતો. મનસુખ આણી મંડળીનું સરકાર સાથેનું MOU સ્થગિત કરી દેવાયા બાદ આગળના આકરા પગલા ભરાશે. ખાલી બેડને ભરેલા બતાવી કૌભાંડ આચરનારા મનસુખ આણિ મંડળી પાસે પાંચ દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વાઘોડિયાની ધીરજ હોસ્પિટલમાં સરકારી બેડ ઉપર કોવિડના વધારે દર્દી બતાવવાનું કૌભાંડ

13 મે ના રોજ ઓચિંતી તપાસ કરાઇ

ઉઘાડી લૂંટ ચલાવનારાઓ સામેનો શહેરભરમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. લાકડું રણી સળગે તો ધૂમાડો નીકળે એ સત્યાર્થતા મુજબ 13 મે ના રોજ ઓચિંતી તપાસ કરાઇ હતી. જેમાં સ્ફોટક કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો. કાગળ ઉપર 469 દર્દીઓ દર્શાવ્યા હતા પરંતુ શંકા જતા જિલ્લા પંચાયતના-અધિકારીઓ- ડોક્ટરોની ટીમે PPE કિટ પહેરી પથારી-પથારીએ દર્દીઓની ગણતરી હાથ ધરતા 235 દર્દીઓ માલુમ પડ્યા હતા.

ફેક દર્દીઓના લિસ્ટનો ભાંડો ફુટ્યો

અલબત્ત કૌભાંડકારીઓએ વિનામૂલ્યે અપાતા બેડના 309 દર્દીનું લિસ્ટ દર્શાવ્યું હતું. ફેક દર્દીઓના લિસ્ટનો ભાંડો ફુટતા સત્તાધિશોએ 3 કપ્યુટર, CPU સહિતના દસ્તાવેજો ટાંચમાં લઇ તલસ્પર્શી તપાસનો દોર જારી રાખતા વધુ ચોંકાવનારી વિગતો સપાટી પર આવવાની સંભાવના સર્જાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.