ETV Bharat / city

વડોદરામાં વલ્લભ યુથ સંગઠને 4 ઓક્સિજન પ્લાન્ટ આપવાનો કર્યો નિર્ણય - Oxygen shortage

કોરોના કહેરમાં સતત વધી રહેલા દર્દીઓને સઈ સારવાર માટે જરૂરી પ્રાણ વાયુની અછત સર્જાઈ છે. જેથી વડોદરામાં વલ્લભ યુથ સંગઠન દ્વારા 4 ઓક્સિજન પ્લાન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા શહેરની ગોત્રી અને સયાજી હોસ્પીટલમાં તેમજ નરહરિ હોસ્પિટલ અને વ્રજધામ કોવિડ કેર સેન્ટર ખાતે એક-એક પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે.

વડોદરામાં વલ્લભ યુથ સંગઠને 4 ઓક્સિજન પ્લાન્ટ આપવાનો કર્યો નિર્ણય

author img

By

Published : May 3, 2021, 9:48 PM IST

  • પ્રાણ વાયુની અછત સર્જતા વલ્લભ યુથ સંગઠન દ્વારા કરવામાં આવશે મદદ
  • 4 ઓક્સિજન પ્લાન્ટ આપવાનો કર્યો નિર્ણય
  • સયાજી હોસ્પિટલમાં, નરહરિ હોસ્પિટલ અને વ્રજધામ કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે

વડોદરાઃ કોરોનાની બીજી લહેર ખૂબ ઘાતક પુરવાર થઈ રહી છે. કોરોના સંક્રમીત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દર્દીઓની સારવાર માટે ઓકિસજન ની માગમાં વધારો થઈ રહ્યો છે. જેથી ઓક્સિજનની માગ વધતા તેને પુરી કરવામાં પડી રહેલી મુશ્કેલીઓને પગલે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને આગળ આવીને 25,000 લિટરની ક્ષમતા ધરાવતા 4 પ્લાન્ટ શહેરમાં કોરોનાની સારવાર કરતા હોસ્પિટલોને આપવાનો નિર્ણય કર્યો છે.

વડોદરામાં વલ્લભ યુથ સંગઠને 4 ઓક્સિજન પ્લાન્ટ આપવાનો કર્યો નિર્ણય

આ પણ વાંચોઃ વડોદરામાં ઓક્સિજનની અછત સર્જાતા OSD વિનોદ રાવે સુપ્રિટેન્ડન્ટને આપી નોટિસ

1.26 કરોડના ખર્ચે 4 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવશે

વ્રજધામ મંદીર ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહારજે આ વિશે મહિતી આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સંજોગોમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. ત્યારે તેને પુરતી કરવા માટે અને સરકારના પ્રયાસોને મજબૂત કરવા માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા 1.26 કરોડના ખર્ચે 4 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવશે. જેમાંથી એક-એક પ્લાન્ટ સયાજી અને ગોત્રી હોસ્પિટલ ખાતે અનેવ એક-એક પ્લાન્ટ નરહરિ હોસ્પિટલ અને વ્રજધામ કોવિડ કેર સેન્ટર ખાતે શરૂ કરાશે. આ કાર્યમાં શ્રેયાનસ શાહ, અમેરિકાના બંસી શાહ, હ્યુસ્ટનનાંદો વિપુલ પટેલ દ્વારા શહેરના નાગરિકોને કોવિડ સારવારમાં રાહત આપવાના પ્રયાસોના ભાગરૂપે આ પ્લાન્ટ વહેલામાં વહેલી તકે કાર્યાન્વિત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.