ETV Bharat / city

વડોદરામાં ‘મારો બાપ જોઈએ છે મને...' દિકરીએ સાંસદ સમક્ષ હૃદય હચમચાવે તેવી કરી રજૂઆત

કોરોનાગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. ત્યારે તેમના સગાંઓ ઉંચા જીવે દોડધામ કરી રહ્યાં છે. તેવામાં SSG હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં કોરોનાગ્રસ્ત પિતા માટે ચિંતાતુર દિકરીએ સાંસદ સમક્ષ હૃદય હચમચાવી નાંખે તેવી પોક મૂકીને રજૂઆત કરી હતી.

SSG હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે હર્ષદભાઈ પટેલ

author img

By

Published : Apr 28, 2021, 10:20 AM IST

Updated : Apr 28, 2021, 1:41 PM IST

  • SSG હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે હર્ષદભાઈ પટેલ
  • દિકરી નિકીતાએ ચોધાર આંસુએ સાંસદને કરી વિનંતી
  • સ્મશાનમાં સતત સળગતી ચિતાઓ ચિંતામાં કરે છે વધારો

વડોદરા: શહેરમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. હોસ્પિટલના પલંગ પર દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે, ત્યારે હોસ્પિટલની બહાર સગાંઓ ઉંચા જીવે એક-એક પળ વિતાવી રહ્યાં છે. ત્યારે SSG હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં કોરોનાગ્રસ્ત પિતા માટે ચિંતાતુર દિકરીએ સાંસદ સમક્ષ હૃદય હચમચાવી નાંખે તેવી પોક મૂકીને રજૂઆત કરી હતી.

દિકરી નિકીતાએ ચોધાર આંસુએ સાંસદને કરી વિનંતી

આ પણ વાંચો: વડોદરા SSG હોસ્પિટલમાં દર્દીઓ બોલીવુડના ગીતો પર મજા માણતા નજરે પડ્યા

નિકીતાએ રડતાં-રડતાં કરી રજૂઆત

માંજલપુર વિસ્તારમાં રહેતાં હર્ષદભાઈ પટેલને ગઈ 22 એપ્રિલના રોજ SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. 28 એપ્રિલે સાંસદ રંજનબહેન ભટ્ટે SSG હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે હર્ષદભાઈની દિકરી નિકીતાએ રડતાં-રડતાં પિતાને બચાવી લેવા વિનવણી કરી હતી. હોસ્પિટલમાં પડતી અગવડોને કારણે તેના પિતાનો જીવ જોખમમાં હોવાની આશંકા સાથે રજૂઆત કરતાં એક તબક્કે નિકીતાએ પોક મૂકીને કહ્યું હતું કે, ‘મારો બાપ જોઈએ છે મને…'

આ પણ વાંચો: SSG હોસ્પિટલના કોવિડ વૉર્ડના 39 નર્સિંગ સ્ટાફ તેમજ 12 તબીબો કોરોના સંક્રમિત

ગેરવ્યવસ્થા અંગે સાંસદનું ધ્યાન દોર્યું હતું

સાંસદ રંજનબહેન ભટ્ટ દ્વારા હર્ષદભાઈનું નામ સહિતની વિગતો મેળવવામાં આવી હતી. નિકીતા ઉપરાંત માતાનાં સ્વાસ્થ્ય અંગે ચિંતિત અનિતા પટેલ દ્વારા પણ સાંસદને રજૂઆત કરવામાં આવી હતી. અનિતાએ તો વોર્ડની અંદર જઈને પાડેલા ફોટાઓ સાથે ગેરવ્યવસ્થા અંગે સાંસદનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.

આજે સેંકડો કોરોનાગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આ સંજોગોમાં મોટી સંખ્યામાં સગાંઓ ઉંચા જીવે દોડધામ કરી રહ્યાં છે. એમાંય સ્મશાનમાં સતત સળગતી ચિતાઓ સગાંઓની ચિંતામાં વધારો કરી રહી છે.

Last Updated : Apr 28, 2021, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.