વડોદરા: રાજ્યમાં વધી રહેલા કોરોના કેસ (Corona Cases In Gujarat)ને લઈને રાજ્ય સરકારે લગ્ન પ્રસંગમાં 150 લોકોની જ પરવાનગી (gujarat government marriage guidelines) આપી છે. 150 લોકોની જ પરવાનગી હોવાના કારણે જેમના ત્યાં લગ્ન પ્રસંગ છે તેવા અનેક પરિવારો મૂંઝવણમાં છે કે કોને બોલાવવા અને કોને નહીં. એટલું જ નહીં, કેટલાક પરિવારો તો એવા છે જેમણે કંકોત્રી આપી (Marriage Season Gujarat) દીધી છે. આ કારણે તેમની સામે પ્રશ્ન છે કે હવે કોને ના કહેવી? વડોદરામાં પણ દીકરીના લગ્નને લઈને એક પરિવાર મૂંઝવણમાં મુકાયો છે.
400 લોકોને મંજૂરી હતી ત્યારે કંકોત્રી આપી દીધી હતી
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારે 7 જાન્યુઆરીએ નવી કોરોના ગાઈડલાઈન (Corona Guidelines Gujarat) બહાર પાડી હતી, જેમાં લગ્ન પ્રસંગમાં 400 વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી હતી, જેના માત્ર 4 દિવસના ગાળામાં જ રાજ્ય સરકારે લગ્ન પ્રસંગમાં 150 જ વ્યક્તિઓને બોલાવવાની પરવાનગી આપી છે. આ નિર્ણયને લઈને જે પરિવારમાં લગ્નનો પ્રસંગ રાખવામાં આવ્યો છે તે પરિવાર મૂંઝવણમાં છે. વડોદરાની વાત (Marriage In Corona Pandemic In Vadodara) કરીએ તો વડોદરાના શાહ પરિવારની દીકરીના ઉત્તરાયણ (Uttarayn 2022 Gujarat) બાદ લગ્ન છે. પરિવારે તમામ તૈયારીઓ કરી દીધી છે. શાહ પરિવારે દીકરીના લગ્નમાં 400 લોકોને બોલાવવાની ગણતરી સાથે સંબંધીઓને કંકોત્રી પણ આપી દીધી છે, ત્યારે હવે દીકરીના લગ્નમાં કોને બોલાવવા અને કોને નહીં તેને લઈને મૂંઝવણમાં મુકાયા છે.
150ની લોકોને જ બોલાવી શકાશે તેવા નિર્ણયથી પરિવાર મૂંઝવણમાં
શાહ પરિવારમાં દીકરીનું લગ્ન હોઈ પરિવારમાં પણ ઘણો ઉત્સાહ હતો. દીકરીના લગ્નમાં 1000 વ્યક્તિઓને આમંત્રિત કરવાની પરિવારની ઇચ્છા હતી. જો કે સરકારની અગાઉની 400 વ્યક્તિઓને બોલાવવાની ગાઈડલાઇનને લઈને પરિવારે 400 મહેમાનોને જ આમંત્રિત કરવાનો નિર્ણય લીધો હતો. તમામને કંકોત્રી આપવામાં આવી હતી. જો કે એકાએક 150 મહેમાનોને જ બોલાવવાની રાજ્ય સરકારની ગાઈડલાઈન આવતા પરિવારનો ઉત્સાહ ઓરમાયો હોવાનું તેમના ચહેરા પરથી જોઈ શકાયું હતું.
50 ટકા એડવાન્સ નાણાંની ચૂકવણી થઈ ગઈ છે
લગ્ન પ્રસંગમાં પાર્ટી પ્લોટ, ફરાસખાના, કેટરિંગ સહિતના અન્ય ખર્ચા પણ થતા હોય છે. તમામ લોકોને 50 ટકા એડવાન્સ નાણાંની પણ ચૂકવણી કરી દીધી હોવાના કારણે હવે પરિવાર માટે પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. આ કારણે પરિવારને આર્થિક માર (Economic loss in Corona Pandemic)નો પણ સામનો કરવો પડશે. દીકરીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, સરકારની ગાઈડલાઈનને અનુસરીને દીકરીના લગ્ન કરશે અનેજે ઘરના સભ્યો જ લગ્નમાં હાજર રહેશે. ભારે હૈયે અન્ય આમંત્રિતોને ના પાડવાની ફરજ પડશે, જેનો પરિવારજનોને કાયમી વસવસો રહેશે.
આ પણ વાંચો: Third Wave Of Corona: વડોદરામાં OSD ડો. વિનોદ રાવની આગેવાનીમાં કાર્યરત કમિટીનું પુનઃગઠન