- ખેડૂતોને જમીન સંપાદન સામે 4 ઘણા પૈસા ચૂકવવા કોર્ટે કર્યો હતો આદેશ
- નક્કી કરાયેલા સમય સુધીમાં પૈસા ન ચુકવાતા કરાઈ કન્ટેમ્પ્ટની અરજી
- કોર્ટે વડોદરા જમીન સંપાદન અધિકારી અને NHAIને કોર્ટ સમક્ષ હાજર થવા આપી નોટિસ
વડોદરા: જમીન સંપાદન અધિકારી (Land Acquisition Officer) અને NHAI સામે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ (Contempt petition in the High Court)ની અરજી થઇ હતી. ખેડૂતોને જમીન સંપાદન (Land Acquisition) સામે 4 ઘણા પૈસા ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો, છતાં નક્કી કરાયેલા સમય સુધીમાં પૈસા ન ચુકવતા કોર્ટના આદેશ સામે કન્ટેમ્પ્ટની અરજી થઇ હતી. આ મામલે કોર્ટે વડોદરા જમીન સંપાદન અધિકારી અને NHAIને કોર્ટ સમક્ષ હાજર થવા હુકમ કર્યો હતો.
કોર્ટનો આદેશ છતાં પૈસા ચૂકવવામાં આવ્યા નહીં
એડવોકેટ આંનદ યાજ્ઞિકે Etv ભારતને ટેલિફોનિક વાતચીતમાં અને સોશિયલ મીડિયા ઉપર ખેડૂતોને જણાવ્યું હતું કે, વડોદરાથી મુંબઈ સુધીના કેન્દ્ર સરકારના એક્સપ્રેસ હાઈવે (Express Highway) બનાવવાના પ્રોજેક્ટ મામલે ( High Court) જમીન સંપાદન સામે ખેડૂતોને 4 ઘણું વળતર વ્યાજ સહિત ચૂકવવામાં આવે તેવો કોર્ટનો આદેશ હોવા છતાં પૈસા ચૂકવાયા નથી.
2016-18 વચ્ચે વડોદરા આસપાસના ગામોની જમીન સંપાદન
કોર્ટે વડોદરા જમીન સંપાદન અધિકારી અને NHAIને આગામી સુનાવણીમાં કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ કર્યો છે. વર્ષ 2016-18 વચ્ચે વડોદરાથી મુંબઈ સુધી એક્સપ્રેસ હાઈવે ડેવલપ કરવા માટે સરકારે વડોદરાના આસપાસના ગામોની જમીન સંપાદન કરી હતી. નિયમ પ્રમાણે સરકારે ગામડાઓની જમીન સંપાદન કરતી વખતે 4 ઘણું વળતર આપવાનું હોય છે.
2 ઘણું જ વળતર મળતા લોકોએ કોર્ટમાં રજૂઆત કરી
જો કે સરકારે વડોદરા શહેર આસપાસના ગામોને શહેરના વિસ્તાર તરીકે ગણી માત્ર 2 ઘણું વળતર ચૂકવ્યું હતું, જેના કારણે અહીંના લોકોએ કોર્ટમાં રજૂઆત કરી અને કોર્ટે સરકારને 3 અઠવાડિયામાં 800 કરોડ વળતર તરીકે અને વ્યાજ સહિત કુલ 1,600 કરોડ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો, પરંતુ કોર્ટના આદેશને આજે 4 મહિનાથી વધુનો સમય થયો હોવા છતાં પૈસા ન ચૂકવાતા કોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી કરવામાં આવી છે.
આ પણ વાંચો: C R Patil: યુવાન હતાં એટલે Mayor બનાવ્યાં પણ આવું ઢીલું કામ નહીં ચાલે, મીટિંગો બંધ કરો
આ પણ વાંચો: વડોદરા ખાતે યોજાયેલ 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ પ્રોગ્રામ-5' માં પાટીલે આપી હાજરી