ETV Bharat / city

દરજીપુરા ગામ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે અકસ્માત, 11ના મોત, 7નો આબાદ બચાવ - vadodara latest accident news

વડોદરામાં દરજીપુરા ગામ (darjipura village vadodara) પાસે છકડો રિક્ષા અને કન્ટેનર વચ્ચે અકસ્માત (container truck accident) સર્જાતા 11 લોકોના મોત થયા છે. જ્યારે 7 લોકોનો આબાદ બચાવ થયો છે. ત્યારે આ ઘટનામાં ઈજાગ્રસ્તોએ આપવીતી વર્ણવી હતી.

દરજીપુરા ગામ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે અકસ્માત, 11ના મોત, 7નો આબાદ બચાવ

author img

By

Published : Oct 6, 2022, 12:09 PM IST

વડોદરા શહેરમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધતી જાય છે. તેવામાં હવે દરજીપુરા ગામ (darjipura village vadodara) પાસે છકડો રિક્ષા અને કન્ટનર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત (container truck accident) સર્જાયો હતો. તેના કારણે 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. તો 7 લોકોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાના ઈજાગ્રસ્તોને હોસ્પિટલ (Vadodara Hospital) ખસેડાયા હતા. તો આ ઘટના અંગે ઈજાગ્રસ્તોએ આપવીતી વર્ણવી હતી.

20 ફૂટ ફંગોળાયો છતાં થયો બચાવ આ ગોઝારી ઘટનામાં 7 લોકોનો બચાવ થયો છે. તે પૈકી 2 ઈજાગ્રસ્તોએ જણાવ્યું હતું કે, અમને માતાજીની આરાધનાનું પુણ્ય મળ્યું છે. પાવાગઢમાં બિરાજમાન માતાજીના દર્શન કરી પરત ફરેલા યુવાને જણાવ્યું હતું કે, મને માતાજીએ બચાવ્યો છે. હું ડ્રાઈવરની બાજુમાં જ બેઠો હતો. અકસ્માતમાં (container truck accident ) 20 ફૂટ ફંગોળાયો છતાં મારો આબાદ બચાવ થયો છે.

20 ફૂટ ફંગોળાયો છતાં થયો બચાવ

ચમત્કારિક બચાવ આ ઘટનામાં ઈજાગ્રસ્ત નરેશભાઈએ જણાવ્યું હતું કે, હું વાઘોડિયા ખાતે કડિયામાં કામ કરું છું. હું મારા વતનથી પરત ફરી રહ્યો હતો. ત્યારે ગોલ્ડન ચોકડીથી છકડા રિક્ષામાં બેઠો હતો અને વાઘોડિયા ચોકડી ખાતે ઉતરીને પરત વાઘોડિયા જઈ રહ્યો હતો. તે દરમિયાન દરજીપુરા ગામ (darjipura village vadodara) પાસે અકસ્માત નડતા (container truck accident) હું કેવી રીતે બચી ગયો તેની મને ખબર નથી. હું એ ચોક્કસ કહીશ કે, મારો ચમત્કારિક બચાવ જ થયો છે.

માતાજીના આશીર્વાદથી ઈજાગ્રસ્ત બચ્યો હોવાનું જણાવ્યું ઈજાગ્રસ્ત અરવિંદ રાઠવાએ (vadodara latest accident news) જણાવ્યું હતું કે, હું પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા ગયો હતો. દર્શન કરીને પરત કપૂરાઈ જવાનું હોવાથી ગોલ્ડન ચોકડી ખાતેથી છકડો રિક્ષામાં બેઠો હતો. છકડો રિક્ષામાં વધારે પ્રવાસીઓ હોવાના કારણે હું છકડોચાલકની બાજુમાં બેઠો હતો. તે દરમિયાન દરજીપુરા પાસે કાળમુખી ટ્રકે છકડાને કન્ટેનરે અડફેટે લેતા જ હું છકડો રિક્ષામાંથી 20 ફૂટ દૂર ફંગોળાઈ ગયો હતો. મને નાક અને માથામાં સામાન્ય ઇજા પહોંચતી હતી. જોકે, આ ઘટના જે રીતે બની છે. તે જોતા એવું લાગે છે કે હું માતાજીના આશીર્વાદથી જ બચી ગયો છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.