ETV Bharat / city

CM Bhupendra Patel Vadodara Visit: CMની ઓચિંતી મુલાકાતથી તંત્ર ઊંઘતું ઝડપાયું, મેયર-કમિશ્નર દોડતા થયાં

CM ભૂપેન્દ્ર પટેલે આજે ઓચિંતી વડોદરા (CM Bhupendra Patel Vadodara Visit)ની મુલાકાત લીધી હતી. તેમણે વડોદરાના સુખલીપુરા ગામ અને એકતાનગર વસાહતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે મ્યુનિસિપલ કમિશ્નર અને મેયરને એરપોર્ટ બોલાવી સૂચના આપી હતી. CMએ એકતાનગરમાં ગંદકીની સમસ્યા પર નારાજગી વ્યક્ત કરી હતી.

CM Bhupendra Patel Vadodara Visit: CM ભૂપેન્દ્ર પટેલની વડોદરાની ઓચિંતી મુલાકાતથી તંત્ર ઊંઘતું ઝડપાયું, મેયર-કમિશ્નર દોડતા થયાં

author img

By

Published : Mar 25, 2022, 8:52 PM IST

Updated : Mar 25, 2022, 10:21 PM IST

વડોદરા: ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરા શહેરની ઓચિંતી મુલાકાત (CM Bhupendra Patel Vadodara Visit) લેતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો હતો. ઓચિંતી મુલાકાત બાદ પરત ફરતા મુખ્યપ્રધાને મ્યુનિસિપલ કમિશ્નર (Municipal Commissioner Vadodara) અને મેયરને એરપોર્ટ પર બોલાવી સૂચના આપી હતી. પ્રજાની વેદના સાંભળવા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે વડોદરા જિલ્લા (CM Bhupendra Patel In Vadodara)ની ઓચિંતી મુલાકાતે આવી પહોંચ્યા હતા. મુખ્યપ્રધાને આજવા રોડ સ્થિત સુખલીપુરા ગામ (Sukhlipura Village Vadodara) અને એકતાનગર વસાહતની મુલાકાત લીધી હતી.

મુખ્યપ્રધાને સુખલીપુરા ગામ અને એકતાનગર વસાહતની મુલાકાત લીધી.

મેયર અને મ્યુનિસપલ કમિશનરને સૂચનાઓ આપી- મુખ્યપ્રધાને સ્થાનિકોના પ્રશ્નો સાંભળી ત્વરિત નિરાકરણની ખાતરી આપી હતી. વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષોએ પ્રજાને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તેવામાં મુખ્યપ્રધાનની મુલાકાતે અનેક અટકળોને જન્મ આપ્યો છે. મુખ્યપ્રધાને પરત ફરતા એરપોર્ટ પર મેયર અને મ્યુનિસિપલ કમિશ્નર સાથે બેઠક કરી આવાસ યોજના અને સ્વચ્છતા વિશે સૂચનાઓ આપી હતી.

મ્યુનિસિપલ  કમિશ્નર સાથે બેઠક કરી આવાસ યોજના અને સ્વચ્છતા વિશે સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચો: CM Bhupendra Patel in Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે આ ગામના લોકોને આપી સરપ્રાઇઝ, લીધી ઓચિંતી મુલાકાત

આંગણવાડી સહિતના સ્થળોનું નિરીક્ષણ કર્યું- ભૂપેન્દ્ર પટેલે પહેલા તો વાઘોડિયા નિમેટા રોડ (vaghodia nimeta road) સ્થિત સુખલીપુરા ગામની મુલાકાત લીધી હતી અને આંગણવાડી સહિતના સ્થળોનું નિરીક્ષણ કરી ગ્રામજનોની સમસ્યા સાંભળી ત્વરિત નિરાકરણની ખાતરી આપી હતી. ત્યારબાદ તેઓએ વડોદરા શહેરમાં ઇલેક્શન વોર્ડ નંબર-5માં સમાવિષ્ટ આજવા રોડ સ્થિત (ajwa road vadodara)એકતાનગરની મુલાકાત લીધી હતી. જ્યાં રહીશોએ રોડ (Road Problem In Vadodara), પાણી અને ડ્રેનેજની સમસ્યા (Drainage problem In Vadodara) સંદર્ભે મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી.

એકતાનગરમાં સ્વચ્છતાની પરિસ્થિતિ જોતા મુખ્યપ્રધાને નારાજગી વ્યક્ત કરી.

આ પણ વાંચો: Sujlam suflam yojna 2022: રાજ્ય વ્યાપી સુજલામ સુફલામ યોજના શરૂ, 75 દિવસ ચાલશે કાર્યક્રમ

એકતાનગરમાં ગંદકીની સમસ્યાને જોતા CMએ નારાજગી વ્યક્ત કરી- ઉલ્લેખનીય છે કે, એકતાનગર વસાહતમાં તમામ ધર્મના લોકો રહે છે. ભાજપ સરકાર તમામ ધર્મના લોકોની સાથે છે તેવા દ્રશ્યો પણ છતાં થયા હતા. આ બંને સ્થળોની ઓચિંતી મુલાકાત બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ એરપોર્ટ જવા રવાના થયા હતા. પરત ફરતા મુખ્યપ્રધાને વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ સાથે એરપોર્ટ ઉપર મુલાકાત કરી હતી. જ્યાં મેયર અને મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરીને આવાસ યોજના અને સ્વચ્છતા વિશે સૂચનાઓ આપી હતી. આધારભૂત માહિતી મુજબ એકતાનગરમાં સ્વચ્છતાની પરિસ્થિતિ જોતા મુખ્યપ્રધાને નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાનની ઓચિંતી મુલાકાતથી તંત્ર દોડતું થયું હતું.

Last Updated : Mar 25, 2022, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.