ETV Bharat / city

બાળકના અપહરણ અને હત્યાના ગુનામાં સાવલી કોર્ટે આરોપીને દોષી જાહેર કરતા કરી આ સજા

વડોદરાના ડેસર તાલુકાના છલીયેર ગામે(Chhaliyer village in Desar taluka of Vadodara) છ વર્ષ પહેલાં બાળકનું અપહરણ(Child Abduction and Murder Case) કરી તેની હત્યા કરી હતી. આ કેસના મામલે આરોપીને કોર્ટે સજા ફટકારી છે. આ સજા સાંભળતા જ કોર્ટમાં સોંપો પડી ગયો. આરોપી ધીરેન્દ્રસિંહ ઠાકોરને કસુરવાર ઠેરવી ફાંસીની સજાનો હુકમ કર્યો છે.

બાળકના અપહરણ અને હત્યાના ગુનામાં સાવલી કોર્ટે આરોપીને દોષી જાહેર કરતા કરી આ સજા
બાળકના અપહરણ અને હત્યાના ગુનામાં સાવલી કોર્ટે આરોપીને દોષી જાહેર કરતા કરી આ સજા
author img

By

Published : Jun 28, 2022, 10:17 PM IST

વડોદરા: શહેરના ડેસર તાલુકાના છલીયેર ગામે(Chhaliyer village of Desar taluka) છ વર્ષ પહેલાં બાળકનું અપહરણ(Child Abduction and Murder Case) કરી જઇ તેની હત્યા કરનાર આરોપીને સાવલી કોર્ટે ફાંસીની સજા(Savali Court sentenced to death) ફટકારી હતી. આરોપીને ન્યાયાધીશે ફાંસીની સજા સંભળાવતા કોર્ટમાં સોંપો પડી ગયો. આ સાથે જિલ્લા કાનુની સહાયતા મંડળને(Legal Aid Board) બાળકના પરિવારને રૂપિયા 10 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે.

છ વર્ષ પહેલાં બાળકનું અપહરણ કરી જઇ તેની હત્યા કરનાર આરોપીને સાવલી કોર્ટે ફાંસીની સજા

આ પણ વાંચો: Ahmedabad Kidnapping Case : વેપારીનું અપહરણ કરી પત્નીને ધમકી આપનાર ગેંગને પોલીસે દબોચી

10 લાખ વળતર આપવાનો હુકમ કર્યો - વર્ષ-2016માં ડેસર તાલુકાના છાલીયેર ગામના આંઠ વર્ષના બાળકનું 20 વર્ષિય યુવાન ધીરેન્દ્રસિંહ ઠાકોર અપહરણ કરી ગયો હતો. અપહરણ બાદ ગભરાઇ ગયેલા ધીરેન્દ્રસિંહ ઠાકોરે બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે તે સમયે આ બનાવે સમગ્ર ડેસર અને સાવલી પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. આ દરમિયાન આ બનાવ અંગે ડેસર પોલીસે(Deser Police) આરોપી ધીરેન્દ્રસિંહ ઠાકોર સામે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી જેલ ભેગો કરી દીધો હતો.

આ પણ વાંચો: આણંદઃ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનારા આરોપીને મૃત્યુ દંડની સજા

ફાંસીની સજાના હુકમને બહાલી માટેનો રેકોર્ડ હાઈકોર્ટને મોકલી આપવા તજવીજ હાથધરી - બાળકનું અપહરણ કરી હત્યા કરવાના આ સનસનીખેજ ભર્યા બનાવનો કેસ સાવલીની અધિક સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી ધીરેન્દ્રસિંહ ઠાકોરને કસુરવાર ઠેરવી ફાંસીની સજાનો હુકમ કર્યો છે. ફાંસીની સજાના હુકમને બહાલી માટેનો રેકોર્ડ હાઇકોર્ટને મોકલી આપવા તજવીજ હાથ ધરી છે. તે સાથે કોર્ટે જિલ્લા કાનુની સહાયતા મંડળને મૃતક બાળકના પરિવારને રૂપિયા 10 લાખ વળતર પેટે ચૂકવવા માટે હુકમ કર્યો છે. સાવલી અધિક સેસન્સ કોર્ટના જજ J A ઠક્કરે આરોપી ધીરેન્દ્રસિંહ ઠાકોરને ફાંસીની સજાનો હુકમ કરતા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી ગયો હતો. એ નોંધનીય છે કે સાવલી કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત આરોપીને ફાંસીની સજા આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.