વડોદરા- વડોદરાના વહીવટીતંત્રની મહેનત રંગ લાવી છે. વડાપ્રધાન મોદીની વડોદરા મુલાકાતની(PM Modi Vadodara Visit ) સફળતાનો પ્રતિધ્વનિ પાડતાં રાજ્યના મુખ્ય સચીવે (Chief Secretary Pankaj Kumar) કાર્યક્રમને સફળ ગણાવીને જિલ્લા વહીવટીતંત્રને જોમ ચડે તેવી પ્રશંસા (Chief Secretary Pankaj Kumar on PM Modi program) કરી છે.
આ પણ વાંચોઃ પંચમુખી હનુમાનજી દાદાના આશીર્વાદથી પીએમ બન્યા નગરજનોમાં ખુશીનો માહોલ: મંદિરના પુજારી
બેઠકમાં કરી પ્રશંસા- મુખ્ય સચીવ પંકજ કુમારે (Chief Secretary Pankaj Kumar) આજે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી બેઠક (Meeting via video conference) યોજી હતી. બેઠકમાં ગુજરાત ગૌરવ અભિયાનના સફળ આયોજન (PM Modi Vadodara Visit )પાછળ રહેલા વિવિધ પરિબળોની તલસ્પર્શી વિગતો જાણી હતી. ખાસ કરીને હજારોની જનમેદની વચ્ચે વડાપ્રધાન દ્વારા કરાયેલી અભિવાદન સફરને વડોદરા પ્રશાસને (Vadodara Collector Atul Gore) નવું કરવાની તક સમજીને તેનું સફળતાપૂર્વક આયોજન કર્યું, તે બાબતને બિરદાવી હતી અને તેની સરાહના કરી હતી.
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 16,000 કરોડના રેલવેના પ્રોજેક્ટ્સ ખુલ્લા મુક્યા
કાર્યક્રમ વિશે જણાવતાં કલેક્ટર - વડોદરા કલેક્ટર અતુલ ગોરે (Vadodara Collector Atul Gore)આ બેઠકમાં ગુજરાત ગૌરવ અભિયાન માટે કરવામાં આવેલી કામગીરીની વિગતો (PM Modi Vadodara Visit )આપી હતી. આ બેઠકમાં પોલીસ કમિશનર શમશેર સિંઘ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પણ વિગતો પ્રસ્તુત કરી હતી.