વડોદરાઃ શહેરના આજવા રોડ પર આવેલા અનસોયા લેપ્રસિ ગ્રાઉન્ડ ખાતે પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીની 88મી જન્મ જયંતિની ઉજવણી (Birth anniversary of Hariprasad Swamiji) કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુરુભક્તિ મહોત્સવનું પણ (Vadodara Gurubhakti Mahotsav) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રબોધસ્વામીના સાંનિધ્યમાં આ મહોત્સવ ઉજવાયો હતો.
દાસાનું દાસનું શક્તિ પ્રદર્શન - હરિધામ સોખડા વિવાદ (Haridham Sokhda Controversy) બાદ ગુજરાત હાઈકોર્ટમાં બંને પક્ષ વચ્ચે સમાધાનની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના 88મા પ્રાગટ્ય ઉત્સવ પ્રસંગે (Birth anniversary of Hariprasad Swamiji) પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના બંને શિષ્યો પ્રેમસ્વરૂપ સ્વામી દ્વારા સુરતના સણિયા કણદે ખાતે આવેલા ચંદનબા ફાર્મ ખાતે 50,000થી હરિભક્તોની ઉપસ્થિતિમાં ગુરુહરિ પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો- આજે વૈશાખ સુદ ચોથ એટલે કે વિષ્ણુના અવતાર નૃસિંહની જયંતિ, જાણો આ ખાસ વાત
હાઈકોર્ટમાં સમાધાન પૂર્વે શક્તિ પ્રદર્શન - બીજી તરફ વડોદરા શહેરના અનસૂયા લેપ્રસિ ગ્રાઉન્ડ ખાતે 60,000થી પણ વધુ હરિભક્તો દેશ-વિદેશથી પ્રબોધસ્વામી જૂથ દ્વારા ગુરુભક્તિ મહોત્સવની (Birth anniversary of Hariprasad Swamiji) ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં બંને પક્ષે હાઈકોર્ટમાં સમાધાનની વાત ચાલી રહી છે. ત્યારે સમાધાન પૂર્વે બંને પક્ષો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પ્રબોધસ્વામી જૂથ દ્વારા આ શક્તિ પ્રદર્શન નહીં પરંતુ ભક્તિ દર્શન હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો- ભાવનગરના યુવકે 'રાવણ'માં એવું તે શું જોયું કે તેેની મૂર્તિની પ્રતિષ્ઠા કરી
ગુરુભક્તિ મહોત્સવમાં આ લોકો રહ્યા ઉપસ્થિત - શહેરના આજવા રોડ ખાતે આવેલા અનસૂયા લેપ્રસિ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગુરુભક્તિ મહોત્સવમાં દેશવિદેશથી પ્રબોધસ્વામી જૂથના હજારો ભાવિ ભક્તો પહોંચ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ અદયક્ષ સી. આર. પાટિલ, ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, મેયર, શહેર ભાજપ અધ્યક્ષ સહિત વિવિધ ધર્મના ધર્મગુરુઓ, ધારાસભ્યો સાથે અનેક મહાનુભવોની ઉપસ્થિત રહ્યા હતા.