વડોદરા શહેરમાં કપુરાઈ ચોકડી (kapurai chokdi vadodara) પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત (Bus Truck Accident) થતા ડ્રાઈવર સહિત 6 લોકોના મોત થયા છે. જ્યારે 17 ઈજાગ્રસ્ત પ્રવાસીઓને એસએએજી હોસ્પિટલ (ssg hospital vadodara) ખસેડવામાં આવ્યા છે.
ઓવરટેકની લાયમાં પ્રવાસીઓના મોત આ બસ રાજસ્થાન ભીલવાડાથી મુંબઈ જતી હતી. તે દરમિયાન વહેલી સવારે ઘઉં ભરેલા ટ્રેલરને ઓવરટેક (Bus Truck Accident) કરવા જતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે, અકસ્માત બાદ ડ્રાઇવર ટેલર લઈને સ્થળ પરથી ફરાર થયો છે. તો ખાનગી બસ વહેલી સવારે ઓવરટેક કરવાની લાયમાં ઘઉં ભરેલા ટેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આના કારણે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
બેફામ ડ્રાઈવરો સામે કાર્યવાહી નથી થતી કપૂરાઈ ચોકડી પાસેના (kapurai chokdi vadodara) હાઇવે પર રફ ડ્રાઇવિંગ કરતાં બસચાલકો સામે અનેકવાર ફરિયાદો ઉઠી છે. તેમ છતાં આ અંગે કોઈ એક્શન લેવામાં આવતી નથી. આ ગમખ્વાર અકસ્માત બાદ (Bus Truck Accident) ખાનગી બસમાં પ્રવાસીને બહાર કાઢવા માટે બસના પતરા કાપવાની પડી હતી, જેના પરથી ખ્યાલ આવે છે કે, બસ ઘણી સ્પીડમાં હશે અને ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હશે. આ અકસ્માતમાં ડ્રાઇવરની એક ભૂલના કારણે ડ્રાઇવર સહિત 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. જ્યારે 15થી વધુ લોકો ગંભીર છે.
આ પ્રવાસીઓના થયા મોત સુનિતાબેન હુકભાઈ ન્યાઈ (25 વર્ષ, બસવાળા રાજેસ્થાન), શાન્તિબેન હુકભાઈ ન્યાઈ (40 વર્ષ), કિશનભાઈ (45 વર્ષ), સંદીપભાઈ કચોરીલાલ કલાલ (27 વર્ષ), 3 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત, 25 વર્ષીય બાળક.
અકસ્માતમાં ઈજાગ્રસ્તો 17 વર્ષીય કિશન નિલેશ રાવલ. 38 વર્ષીય જયંતીલાલ ગેરતજી યાદવ. 27 વર્ષીય કિશોરભાઈ મણિલાલ રાવલ, 32 વર્ષીય સુમિત ભરતભાઇ રાઠોડ, 49 વર્ષીય મેઘરાજ ગોપીકિશન પંચાટીયા, 32 વર્ષીય સાહિરામ શ્રવનરામ જાટ, 60 વર્ષીય પુનજીબેન હીરાલાલ રાવલ, 55 વર્ષીય હુકભાઈ ગૌતમભાઈ ન્યાઈ, 55 વર્ષીય રમીલાબેન ભરતભાઇ રાઠોડ, 58 વર્ષીય ભરતકુમાર નંદલાલ રાઠોડ, 6 વર્ષીય બાળક, 30 વર્ષીય લતાબેન સંદીપભાઈ કલાલ, 38 વર્ષીય પૂનમબેન કૈલાશભાઈ પોરવેલ.
સંબંધીઓએ આપી પ્રતિક્રિયા બસના ડ્રાઈવર કિશન લબાનાના સંબંધીઓ સાથે ETV Bharatના સંવાદદાતાએ વાતચીત કરી હતી. તેમનું કહેવું છે કે, વર્ષોથી તેઓ ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યા હતા અને તેઓ રાજસ્થાનના બાસવાળા જિલ્લાના હતા. બિલ્લુભાઈ લબાનાએ જણાવ્યું હતું કે, કિશનભાઈના પરિવારમાં 2 બાળકો, પત્ની અને માતાપિતા છે, જેઓ પરિવારમાં કમાનાર એક માત્ર વ્યક્તિ હતા. તેમને અહીંથી કિશનને ઘરે મૃતદેહ લઈ જવા અને પરિવારને કોઈ સહાય મળે તેવી માગ કરી છે, બસના ડ્રાઈવરની પારિવારિક સ્થિતિ સારી ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.