વડોદરાઃ આર્થિક સંકળામણના કારણે કેટલાક યુવકો ગુનેગાર બની જાય છે. તો કેટલાક યુવકો અન્ય ગેરમાર્ગે દોરાઈ જતા હોય છે. કેટલીક વાર તો આર્થિક સંકળામણના કારણે ઘરેલું હિંસાના કેસમાં પણ વધારો થાય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે વડોદરામાં. અહીં ખટંબા ગામમાં ક્રિષ્ણા દર્શન વિલામાં રહેતા 24 વર્ષીય યુવકે પોતાની જ સગી માતા-બહેન પર ચાકુથી હુમલો (Brother attack on Sister in Vadodara) કર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ યુવક ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થી છે અને તેણે આર્થિક સંકળામણથી કંટાળીને પોતાની જ બહેનને ચાકુના ઉપરાઉપરી 7 ઘા માર્યા હતા.
રક્ષક ભાઈ બન્યો ભક્ષક - કહેવાય છે કે એક ભાઈ ગમે તે પરિસ્થિતિમાં પોતાની બહેનની રક્ષા કરે છે, પરંતુ વડોદરામાં તો એક એવો કિસ્સો બન્યો છે. જ્યાં રક્ષક સગો ભાઈ જ સગી બહેનનો ભક્ષક બન્યો છે. જોકે, યુવકે જીવલેણ હુમલો (Brother attack on Sister in Vadodara) કરતા જોઈને આસપાસના લોકો બૂમો પાડતા રહ્યા. પરંતુ યુવક પોતાની બહેન પર હુમલો (Brother attack on Sister in Vadodara) કરતો જ રહ્યો.
વરણામા પોલીસે નોંધી ફરિયાદ - આ અંગે મળતી માહિતી અનુસાર, ક્રિષ્ના દર્શન વિલામાં રહેલા એલેક્સ અબ્રાહમ મલઈક એક ખાનગી ફર્મમાં પેકેજિંગ મટિરિયલ સપ્લાયનો ધંધો કરે છે. તેમને સંતાનમાં બેન અબ્રાહમ મલઈક નામનો 24 વર્ષીય પૂત્ર છે, જે ફોરેન્સિક સાયન્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે 21 વર્ષીય પુત્રી બેટ્ટી અબ્રાહમ મલઈક છે, જે બીફાર્મમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ઘરમાં આર્થિક સંકળામણથી કંટાળીને આરોપી પૂત્ર બેન અબ્રાહમ મલઈકે માનસિક સંતુલન (Vadodara youth lost his mental balance) ગુમાવી દીધું હતું. તેના કારણે તેણે તેની સગી બહેન અને માતા પર ચાકુથી હુમલો (Brother attack on Sister in Vadodara) કર્યો હતો. જોકે, આ વીડિયો 18 જૂનનો છે. બીજી તરફ માતાએ સગા પૂત્ર સામે આ મામલે વરણામા પોલીસ સ્ટેશનમાં (Varanama Police Station) ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો- Crime Case in Surat : સુરત પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ યુવાનના પેટમાં ચાકુના ચાર ઘા માર્યા
બહેન ઘરે આવતાં જ ભાઈએ હુમલાના ઘા માર્યા - આરોપી યુવક બેન અબ્રાહમ મલઈક નાણાકીય અછતના કારણે સતત તણાવમાં રહેતો હતો. પૂત્રનો ગુસ્સો જોઈને માતાએ તેને સમજાવ્યો હતો, પરંતુ તે કંઈ સમજ્યો નહીં. ત્યારબાદ માતાએ પૂત્રીને ઘરે બોલાવી હતી. પૂત્રી જેવી ઘરે આવી ત્યારે ઘરની બહાર જ બેઠેલા આરોપી બેન અબ્રાહમ મલઈકે સગી બહેનને પેટ અને પગમાં ચાકુના ઉપરાઉપરી ઘા મારી દીધા હતા. ત્યારબાદ તેને વાળ પકડીને જમીન પર પટકી હતી. જોકે, બહેનને ચીસ પાડતા માતા ત્યાં દોડી આવ્યાં હતા. ત્યારે યુવકે સગી માતા પર પણ ચાકુથી હુમલો (Brother attack on Sister in Vadodara) કરી દીધો હતો. બીજી તરફ લોકોએ તેને રોકવાનો પ્રયાસ કરતા આરોપી યુવકે કોઈનું સાંભળ્યું નહતું.
આ પણ વાંચો-Vadodara Crime : ચોરી કરેલા સોનાચાંદીના દાગીના વેચવા નીકળ્યા પણ...
ઘરમાં પણ કરી તોડફોડ - ત્યારબાદ આરોપીએ ઘરની બહાર પડેલું ડસ્ટબીન મારીને ઘરની બારીનો કાચ પણ તોડી નાખ્યો હતો. જોકે, પાડોશીઓ એકઠા થઈ ગયા હતા અને દીકરાના હુમલામાંથી માતા અને દીકરીને છોડાવી 108 મારફતે SSG હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યાં હતાં. માતાની ફરિયાદના આધારે, વરણામા પોલીસે (Varanama Police Station) હુમલાખોર દીકરા બેન એલેક્સ મલઈક સામે આઈપીસી 323 અને 326 મુજબ ગુનો દાખલ કર્યો છે.