ETV Bharat / city

Boris Johnson Gujarat Visit : હાલોલમાં બ્રિટિશ પીએમની બ્રિટિશ કંપનીના પ્લાન્ટની મુલાકાત સમયે જાણો JCBનો ઇતિહાસ

ગુજરાતમાં આવનાર સૌપ્રથમ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને હાલોલ જીઆઈડીસી સ્થિત બ્રિટિશ કંપનીના જેસીબી પ્લાન્ટની મુલાકાત (Boris Johnson Gujarat Visit ) લીધી છે. સ્વાભાવિક તેમની મુલાકાતના (British PM Visited JCB Plant in Gujarat)કારણે આ કઇ કંપની છે, કોની છે, કેવી છે અને હાલોલ પ્લાન્ટમાં (JCB Plant at Halol GIDC ) શું બનાવે છે તે વિશે જાણવાની ઉત્સુકતા થાય. વાંચો રસપ્રદ માહિતી આ અહેવાલમાં.

Boris Johnson Gujarat Visit : હાલોલમાં બ્રિટિશ પીએમની બ્રિટિશ કંપનીના પ્લાન્ટની મુલાકાત સમયે જાણો JCBનો ઇતિહાસ
Boris Johnson Gujarat Visit : હાલોલમાં બ્રિટિશ પીએમની બ્રિટિશ કંપનીના પ્લાન્ટની મુલાકાત સમયે જાણો JCBનો ઇતિહાસ
author img

By

Published : Apr 21, 2022, 3:22 PM IST

વડોદરા - બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનની મુલાકાતના (Boris Johnson Gujarat Visit ) પગલે આજે ચર્ચામાં આવેલો (British PM Visited JCB Plant in Gujarat)હાલોલ જીઆઈડીસી સ્થિતિ જેસીબી પ્લાન્ટ ગુજરાતના હાલોલમાં (JCB Plant at Halol GIDC ) આવેલો છે. કંપનીનો ભારતમાં આ પ્લાન્ટ સ્થાપવાના ચક્ર 2019માં ગતિમાન બન્યાં હતાં. જેસીબી કંપની બ્રિટનની જ કંપની છે અને ગુજરાત ઉપરાંત ભારતમાં તેના પાંચ પ્લાન્ટ સ્થપાયેલાં છે. પ્લોટ નંબર 699થી 703, જીઆઈડીસી હાલોલ- 2, મસવડ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, મસવડ રોડ, હાલોલ, ગુજરાત 389350 - આ છે બ્રિટિશ પીએમે (British PM Visited JCB Plant in Gujarat) જે જેસીબી પ્લાન્ટની મુલાકાત લીધી તેનું સરનામું.

જેસીબી શેનું ઉત્પાદન કરે છે -JCB કંપનીની વાત કરીએ તો ભારતમાં પાંચ ફેક્ટરી અને એક ડિઝાઈન સેન્ટર છે. જ્યારે છઠ્ઠી ફેક્ટરી ગુજરાતના હાલોલ જીઆઈડીસીમાં છે. આ કંપની અનેક પ્રકારના જેસીબી મશીન (JCB manufacturing plant in Halol Gujarat ) બનાવે છે. જેમાં Backhoe loaders, Compactors, Excavators, generators, Mini Excavators, Skid Steer Loadersનો સમાવેશ થાય છે. ભારતમાં બનેલા આ મશીનો 100થી વધુ દેશમાં નિકાસ કરવામાં આવે છે. જાણીતા તે રિચ લિસ્ટમાં કંપનીની 2021માં કુલ સંપત્તિ 9.48 બિલિયન યુએસ ડોલર (JCB total Net Worth) અંદાજવામાં આવી હતી.

ઇંગ્લેન્ડનું મુખ્ય મથક સ્ટાફોર્ડશાયર છે મૂળ મથક -જેસીબી એક મશીન ઉત્પાદન કંપની (Joseph Cyril Bamford Company)છે જેનું મુખ્ય મથક ઇંગ્લેન્ડના સ્ટાફોર્ડશાયરમાં છે. તેના જેસીબી મશીનોનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે. નાના બાળકો પણ રમકડાં તરીકે રમતાં સહજતાથી જે નામ લે છે તે જેસીબી બાંધકામ ઉદ્યોગ માટે વપરાતું મહત્ત્વનું મશીન છે, જેનું ઉત્પાદન જેસીબી પ્લાન્ટમાં કરવામાં આવે છે.

દુનિયાભરમાં ફેલાયું છે કામકાજ -જેસીબીનો વપરાM દુનિયાભરમાં થાય છે ત્યારે તેનું ઉત્પાદન કરતી બ્રિટિશ કંપનીના ઉત્પાદિત મશીનો ખૂબ વ્યાપક વપરાશ ધરાવે છે. જેસીબી કંપનીનું કામકાજ દુનિયાના 4 ખંડમાં વ્યાપ્ત છે.

જેનું નામ જ નથી તે પ્રકારનું મશીન હોવાની ખાસિયત-રસપ્રદ વાત એ છે કે (JCB Company History)જેસીબી વિશ્વનું એવું પ્રથમ અનામી મશીન પણ છે. 1945માં લોન્ચ થયું હતું. આ મશીનના બનાવનારાઓએ તેના નામકરણ માટે ઘણી વિચારણા કરી હતી પરંતુ કોઇ એક નામ પર સંમતિ ન થઇ શકી. આખરે તેનું નામ જોસેફ સિરિલ બેમફોર્ડ (JCB) રાખવામાં આવ્યું. જે કંપનીના માલિકનું નામ છે. શરૂઆતમાં જેસીબી મશીનો સફેદ અને લાલ રંગમાં બનાવાયાં હતાં. જે હવે પીળા રંગમાં જોવા મળે છે. રંગ બદલવા પાછળનું લોજિક એ હતું કેે ખોદકામ સ્થળે પીળા રંગનું જેસીબી દૂરથી પણ સરળતાથી જોઈ શકાય છે. જેનાથી સૌને ધ્યાનમાં રહે છે કે અહીં JCB ના ખોદકામનું કામ ચાલી રહ્યુ છે.

બ્રિટિશ પીએમ બોરિસ જોન્શન
બ્રિટિશ પીએમ બોરિસ જોન્શન

આ પણ વાંચોઃ Boris Johnson Gujarat Visit Live Update: બ્રિટનના PM બોરિસ જોન્સને હાલોલના JCB પ્લાન્ટની લીધી મુલાકાત

ભારતમાં બનતાં જેસીબી નિકાસકાર તરીકે મોટું નામ- જેસીબી ભારતમાં (JCB India unit in India) પોતાની ફેક્ટરી શરૂ કરનાર પ્રથમ બ્રિટિશ પ્રાઈવેટ કંપની હતી. હાલમાં ભારત વિશ્વમાં JCB મશીનોનું સૌથી મોટું નિકાસકાર છે. જોસેફ સિરિલ બેમફોર્ડનું પ્રથમ મશીન ટિપિંગ ટ્રેલર હતું જે 1945 માં લોન્ચ થયું હતું. પછી તેની બજાર કિંમત 45 પાઉન્ડ (લગભગ 4000 રૂપિયા) હતી. જેસીબીએવિશ્વનું પ્રથમ અને સૌથી ઝડપી ટ્રેક્ટર ‘ફાસ્ટ્રેક’ બનાવ્યું (JCB Company History)હતું. જે વર્ષ 1991માં લોન્ચ કર્યું હતું.એ સમયે ટ્રેક્ટરની મહત્તમ ઝડપ 65 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ ટ્રેક્ટરને ‘પ્રિન્સ ઓફ વેલ્સ’ એવોર્ડ મળ્યો હતો. 1948 માં જેસીબી કંપનીમાં માત્ર 6 કર્મચારી સંખ્યા હતી જેમાં હવે લગભગ 11,000 કર્મચારીઓ છે જે આખી દુનિયામાં કામ કરી રહ્યા છે.

ગુજરાતમાં પ્લાન્ટ કેવી રીતે આવ્યો - જેસીબીએ પોતાની 40મી એનિવર્સરી પર ભારતમાં વધુ 650 કરોડ રુપિયાના રોકાણ સાથે છઠ્ઠું પ્રોડક્શન યુનિટ ગુજરાતમાં સ્થાપવાની જાહેરાત કરી હતી. કંપનીના ચેરમેને (JCB Company History) આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ વર્ષે જેસીબી ભારતમાં પોતાની 40મી એનિવર્સરી ઉજવી રહી છે. ચાલુ વર્ષે અમે નવા રોકાણ સાથે તેન ઉજવણી કરી રહ્યા છીએ, નવું પ્રોડક્શન યુનિટ કંપનીની ક્ષમતામાં ખાસ્સો વધારો કરશે. કંપનીએ 26 માર્ચ 2019 હાલના હાલોલ જીઆઈડીસીમાં પ્રોડક્શન યુનિટ સ્થાપ્યું ત્યારે તેનો શિલાન્યાસ કંપનીના ચેરમેન લોર્ડ બામફોર્ડે કર્યો છે. 50 મિલિયન પાઉન્ડના ખર્ચે ઉભા થયેલા આ ઉત્પાદન યુનિટમાં વૈશ્વિક ગુણવત્તા ધરાવતાં પાર્ટ્સનું ઉત્પાદન થાય છે.

ભારતમાં ઉપસ્થિતિ - જેસીબી હાલ દિલ્હી, મહારાષ્ટ્રના પૂણે અને રાજસ્થાનના જયપુરમાં પોતાના યુનિટ્સ ધરાવે છે. હાલોલ-2 જીઆઈડીસી 44 એકરમાં કંપનીનું ભારતમાં પોતાનું છઠ્ઠું યુનિટ છે જેે 2021માં કાર્યરત થઇ ગયું છે. આ પ્લાન્ટમાં આધુનિક લેસર કટિંગ, વેલ્ડિંગ અને મશિનિંગ ક્ષમતાનો સમાવેશ થાય છે. આ પ્લાન્ટ વાર્ષિક 85,000 ટન સ્ટીલનું પ્રોસેસિંગ કરવા સક્ષમ હોવાની જાણકારી મળે છે.

આ પણ વાંચોઃ Boris Johnson Gujarat Visit: ઢોલનગારા સાથે બ્રિટનના PMનું કરાયું સ્વાગત

ભારતમાં પ્રસાર- JCB ઈન્ડિયા લિમિટેડે 1979માં સંયુક્ત સાહસ તરીકે શરૂઆત કરી હતી અને હવે તે J.C Bamford Excavators, United Kingdom ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. ભારતમાં પાંચ અત્યાધુનિક ફેક્ટરીઓ સાથે, JCB ભારતમાં સ્થાનિક બજાર માટે તેમજ 110 થી વધુ દેશોમાં નિકાસ માટે વિશ્વસ્તરના સાધનોનું ઉત્પાદન કરે છે. JCB એ ચાર દાયકા પહેલા ભારતમાં આઇકોનિક બેકહો લોડર રજૂ કર્યું હતું. ત્યારથી નવ કેટેગરીમાં 60થી વધુ ઉત્પાદનો સુધી વિસ્તાર વધ્યો છે. ભારતમાં નવી દિલ્હી નજીક બલ્લબગઢ ફેક્ટરી બેકહો લોડર્સ માટે વિશ્વની સૌથી મોટી ફેક્ટરી છે અને JCB ઇન્ડિયાનું મુખ્ય મથક પણ છે. જાણવા જેવું છે કે ભારતમાં ઉત્પાદિત JCB બેકહો લોડર મશીન 95 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી છે. લગભગ 380 ભારતીય સપ્લાયર્સ JCB ગ્રુપ જોડાયેલા છે.

જેસીબીનું કૌશલ્યવિકાસ સેન્ટર- JCB પાસે ITI અને ડિપ્લોમા સ્નાતકો માટે જયપુરમાં વેલ્ડીંગ ટ્રેનિંગ સેન્ટર (JCB Training Center ) પણ છે. જ્યાં વિકસિત વ્યાપક કૌશલ્યો શીખીને યુવાનો અને મહિલાઓને સારી રોજગારીની તક આપવામાં આવે છે. કંપનીમાં મહિલા એન્જિનિયરો વેલ્ડીંગ અને એસેમ્બલી જેવા ઉત્પાદનના પરંપરાગત રીતે મેલડોમિનેટેડ ક્ષેત્રોમાં કામ કરી રહી છે. આ સેન્ટરથી એક માહિતી પ્રમાણે 30,000થી વધુ લોકોને JCB મશીનોની તાલીમ આપવામાં આવી છે.

જેસીબીનું સીએસઆર વર્ક- કંપની ભારતમાં સીએસઆરમાં પણ (JCB Company CSR Work )કામ કરી રહી છે. 15,500 વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને 2,000 થી વધુ કારીગરો અને મહિલા જૂથોને બજાર સુધીની પહોંચ અને ઉત્પાદન કાર્યક્ષમતા પ્રદાન કરવામાં મદદ કરે છે. JCB ઈન્ડિયાએ બે અગ્રણી અને નવીન CSR પ્રોજેક્ટ્સ પણ આપ્યાં છે જેમાં નીલા હાઉસ - જયપુરમાં હસ્તકલા માટે શ્રેષ્ઠતાનું કેન્દ્ર અને ભારતીય લેખકો દ્વારા સાહિત્યના વિશિષ્ટ પ્રદાન માટે JCB વાર્ષિક પુરસ્કાર આપવામાં આવે છે.

બોરિસ જોન્શનના આ પ્રવાસે (Boris Johnson Gujarat Visit ) ભારત અને ઇંગ્લેન્ડના સંબંધમાં અંગ્રેજોના સમયના ઇતિહાસે કરવટ બદલી છેે. હવે બ્રિટિશ વડાપ્રધાન દ્વારા ભારતમાં ચાલતી બ્રિટિશ કંપની જે વિશ્વભરમાં ઉત્પાદનો મોકલી રહી છે તેની મુલાકાતથી નવો અધ્યાય ગુજરાત અને બ્રિટનના નવા સંબંધનું નવું પ્રકરણ બની રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.