વડોદરા : રક્તદાન એ મહાદાન એવું કહેવામાં આવતું હોય છે. ઘણી વખતે રક્તદાનના કારણે ઘણા લોકોનો જીવ બચી જતો હોય છે. જેના માટે લોકો માટે જાગૃતતા આવે તે માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. રક્ત દાન કરતા હંમેશા લોકોને આપણેે જોયા છે. પુરુષ અને સ્ત્રી રક્ત દાન કરે છે અને જરૂરિયાત મંદ લોકોને મદદ પણ પુરી કરતા હોય છે. પરંતુ તમેે ક્યારે સાંભળ્યું છે કે કોઈ શ્વાન દ્વારા રક્તદાન (Blood donation by dog in Vadodara )કરી કોઈ શ્વાનનો જીવ બચાવ્યો હોય?
એક શ્વાને બીજા શ્વાનનો જીવ બચાવ્યો -વડોદરાના વાડી વિસ્તારમાં રહેતી શ્વેતા દુબે ડોગ પ્રેમી છે. તેમના પાસે 23 જેટલા શ્વાન છે. તેમના શ્વાન ડેઝીએ રક્ત દાન કરી બીજા શ્વાન જીવ બચાવ્યો હતો. શ્વેતા એ જણાવ્યું કે વડોદરા અથવા ગુજરાતમાં શ્વાન માટે પણ બ્લડ બેંક બને. શ્વેતા દુબેએ કહ્યું કે, તેમની પાસે 16 ડોગ છે અને હોસ્ટેલના (Shweta Dubey Dog Hostel) મળીને 23 ડોગ છે. બુધવારે રાત્રે તેમના એનજીઓના મિત્રનો ફોન આવ્યો કે એક શ્વાનને તાત્કાલિક બ્લડની જરુર છે. તેમણે આ પહેલાં પણ પોતાના શ્વાનનું બ્લડ ડોનેટ (Blood donation by dog in Vadodara )કરાવ્યું હતું અને તે આશાએ જ તેમને ફોન કરાયો હતો. આ શ્વાનને વારંવાર નસકોરી ફૂટતી હતી અને તેથી લોહી વહી જવાના કારણે તેને બ્લડની જરુર પડી હતી. સામાન્ય રીતે એક તંદુરસ્ત ડોગ બીજા બીમાર ડોગને બ્લડ આપી શકે છે અને મારા ડોગને કોઇ બીમારી ન હતી અને તે તંદુરસ્ત છે જેથી મેં નક્કી કર્યું કે તેમનું ડોગ રક્તનું દાન કરશે.
આ પણ વાંચોઃ World Blood Donation Day 2022 : વિશ્વ રક્તદાન દિવસની વડોદરામાં કઇ રીતે થઇ ઉજવણી જૂઓ
પ્રાણીઓ માટે બ્લડબેન્ક હોવી જોઈએ -રક્તની તાત્કાલિક જરુર હોય તેવા કિસ્સામાં મેં પેટ ડોગ ગુમાવ્યા છે. સામાન્ય રીતે મનુષ્યો માટે રક્તદાન શિબિરના આયોજન થાય છે અને બ્લડ બેંક પણ ઉભી કરાય છે. પણ પ્રાણીઓ માટે અને ખાસ કરીને ડોગ માટે બ્લડ બેંક (Need to Blood bank for dogs in Gujarat ) ઉભી કરવી જરુરી છે. વડોદરામાં અને ગુજરાતમાં ક્યાંય પણ ડોગ માટે બ્લડ બેંક (Blood bank for dogs) નથી. બ્લડ કેમ્પનું પણ અવારનવાર આયોજન કરવું જોઇએ.ગુજરાતમાં શ્વાન માટે બ્લડ બેંક હોવી જોઇએ. હાલમાં ડોગ ડેઝીની સ્થિતિ સારી છે, જેથી તેમણે અન્ય બીમાર ડોગને રક્તનું દાન (Blood donation by dog in Vadodara )કરાવ્યું હતું. રક્તદાન બાદ તેની સ્થિતિ સારી છે અને તેને કોઇ તકલીફ થઇ ન હતી. બ્લડ ડોનેટ કરવાના કારણે ડોગને પ્રોબ્લેમ થશે તેવી કોઇ બીક રાખવાની જરુર નથી. હેલ્ધી માણસની જેમ હેલ્ધી ડોગ રક્તનું દાન કરી શકે છે.
આ પણ વાંચોઃ World Blood Donor Day: આ છે એવું દાન જે ગરીબ અને અમીર એક સમાન રીતે કરી શકે, અને લોકોને જીવનદાન અર્પી શકે
ડોગમાં 16 પ્રકારના બ્લડ ગ્રુપ -સામાન્ય રીતે ડોગમાં 16 પ્રકારના બ્લડ ગ્રુપ (Dog blood types) હોય છે અને કોઇ પણ હેલ્ધી ડોગ એક મહિનાના અંતરાલ બાદ ફરીથી રક્તદાન (Blood donation by dog in Vadodara )કરી શકે છે. પહેલી વખત ડોગનું બ્લડ ગ્રુપ ચેક કરાતું નથી પણ જો બીજી વાર તેના દ્વારા બ્લડ અપાય તો તે વખતે બ્લડ ગ્રુપ ચેક કરાય છે. ગુજરાતમાં ડોગનું બ્લડ ગ્રુપ ક્યાંય ચેક થતું નથી. માત્ર મુંબઇ અને દિલ્હીમાં જ ડોગની બ્લડ બેંક (Blood bank for dogs) છે.