ETV Bharat / city

વડોદરામાં ભાજપ દ્વારા ટેલી મેડિસિન એપ્લિકેશનનું કરાયું લોન્ચિંગ - Corona Virus

વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મનુભાઇ ટાવર ખાતે આવેલા ભાજપા કાર્યાલય ખાતે કોરોના કાળમાં નગરજનોને સ્વાસ્થ્યને લગતી માહિતી હેતુ ટેલી મેડિસિન એપ્લિકેશન લોન્ચ કરવા સંદર્ભે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

વડોદરામાં ભાજપ દ્વારા ટેલી મેડિસિન એપ્લિકેશનનું કરાયું લોન્ચિંગ

author img

By

Published : Apr 14, 2021, 9:17 PM IST

  • શહેર ભાજપ દ્વારા ટેલી મેડિસન એપ્લિકેશન કરવામાં આવી લોન્ચ
  • ઘર બેઠા મળશે ડૉકટરની સલાહ
  • કોવિડ 19ને લઈ ભાજપની અનોખી પહેલ

વડોદરાઃ શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી તંત્ર દ્વારા જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે. કોરોનાથી નગરજનોને કેવી રીતે બચાવવા તે દિશામાં તાત્કાલિક ધોરણે કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ દ્વારા તેમજ વનઝોઈ સંસ્થા દ્વારા વડોદરાવાસીઓ માટે ટેલી મેડિસિન એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

વડોદરામાં ભાજપ દ્વારા ટેલી મેડિસિન એપ્લિકેશનનું કરાયું લોન્ચિંગ

આ પણ વાંચોઃ વડોદરા શહેરમાં કોરોના બેકાબૂ બનતા 11 રેપિડ એન્ટીજન ટેસ્ટ સેન્ટર શરૂ કરાયા

દરરોજ 200 લોકોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે

આ એપ્લિકેશન દ્વારા નગરજનોને ઘરેબેઠાં સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પડાશે. એપ્લિકેશનના માધ્યમથી પ્રતિદિન 200 લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જે હોમ ક્વોરન્ટાઈન દર્દી માટે ખૂબ ઉપયોગી નીવડશે. લિંકથી આ એપ ડાઉનલોડ થશે. જેમાં ડોક્ટરનું લિસ્ટ આવશે અને સિલેક્ટ કર્યા બાદ નક્કી કરેલા ટાઈમ મુજબ ઓડિયો અથવા વીડિયો દ્વારા માર્ગદર્શન મળી રહેશે. જેમાં દર્દીને દવા, સારવાર, ખોરાક, કસરત, દિનચર્ચા માટે ફેમિલી ફિજીશિયન જેવી સેવા મળી રહેશે. આ સેવા નિઃશુલ્ક રહેશે.

આ પણ વાંચોઃ વડોદરાની સયાજી હોસ્પિટલ હાઉસફૂલ, વધુ બેડની કરાઇ વ્યવસ્થા

રાજ્યપ્રધાન સહિતનાઓ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

એપ્લિકેશનના લોન્ચિંગ દરમિયાન રાજ્યપ્રધાન યોગેશ પટેલ, મેયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સાંસદ રંજનબેન ભટ્ટ ,ભાજપ શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, મહામંત્રી સુનિલ સોલંકી, ચેરમેન હિતેન્દ્ર પટેલ, નગર સેવક શીતલ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.