- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
- શનિવાર ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ
- ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કર્યું
વડોદરાઃ આગામી 21 તારીખે પાલિકાની ચૂંટણી છે, ત્યારે આજે શુક્રવાર શનિવાર ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો છે. જેથી ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી હતી. શુક્રવારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ દ્વારા ફોર્મ ભરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વિજય મુહૂર્તમાં વડોદરાના વોર્ડ નંબર 1, 2, 3,4, 7, 8, 10, 12, 15 અને 18ના વોર્ડમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
છાણી ખાતે નર્મદા યોજના વિભાગના વોર્ડ નંબર 3ના ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. ડૉક્ટર રાજેશ શાહ, પરાક્રમસિંહ જાડેજા, રૂપલ મહેતા, આશા ખરડીએ ટેકેદારો સાથે ફોર્મ ભર્યું હતું. પ્રદેશના ભાર્ગવ પણ ટેકેદારોનો ઉત્સાહ વધારવા માટે ફોર્મ ભરવા પહોંચી આવ્યા હતા. આ દરમિયાન ભાજપે જીતના આશાવાદ વ્યક્ત કર્યો હતો.