વડોદરા દિલ્હીના કેબિનેટ પ્રધાન રાજેન્દ્રપાલ ગૌતમે હિન્દુ દેવી દેવતાઓ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી (rajendra pal gautam aap) સામે પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે. તેવામાં હવે આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન (bhagwant mann) વડોદરાના પ્રવાસે આવશે. અહીં તેઓ તિરંગા યાત્રા (AAP Tiranga Yatra) યોજશે. ત્યારે હવે તેમની આ યાત્રાના રૂટ પર અરવિંદ કેજરીવાલને ધર્મ વિરોધી દર્શાવતા પોસ્ટર બેનર લગાવવામાં આવ્યા છે.
તિરંગા યાત્રા રૂટ પર પોસ્ટર વોર શહેરમાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાનની સાથે પંજાબના મુખ્યપ્રધાન તિરંગા યાત્રામાં (AAP Tiranga Yatra) ઉપસ્થિત રહેશે. તે પહેલાં જ શહેરમાં વિવિધ જગ્યાએ પોસ્ટર વૉર શરૂ થઈ ગયું છે. દિલ્હીના કેબિનેટ પ્રધાન રાજેન્દ્રપાલ ગૌતમે (rajendra pal gautam aap) હિન્દુ દેવીદેવતાઓ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન પછી આ મુદ્દો સળગ્યો છે.
કેજરીવાલને ગણાવ્યા ધર્મ વિરોધી શહેરમાં કેજરીવાલ ધર્મ વિરોધી (Poster War against Arvind Kejriwal) હોવાના પોસ્ટર લાગતા રાજકારણ ફરી ગરમાયું છે. આ બેનરો કેજરીવાલ અને ભગવંત માનની રેલીના રૂટ પર લગાવવામાં આવ્યા છે. જોકે, આ બેનર વડોદરાની જનતાના નામે લગાવવામાં આવ્યા છે. ત્યારે હવે શહેરમાં અનેક તર્કવિતર્ક ચર્ચાઈ રહ્યા છે.