વડોદરા : રાજ્યના પોલીસ બેડામાં ગત 2જી એપ્રિલના રોજ કેટલાક IPS અધિકારીઓની બદલી થઈ કરવામાં આવી હતી. જેમાં નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનીટરીંગ સેલના સુપ્રિટેન્ડન્ટ તરીકે હવાલો સોંપાયો હતો. નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનીટરીંગ સેલનો હવાલો સોંપાતા દારૂનો ધંધો કરતા (Red on Vadodara Police Liquor Store) બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. પરંતુ વડોદરાના સમા વિસ્તારમાં બેફામ દારૂનો અડ્ડો ચલાવતા બુટલેગર સ્થાનિક પોલીસને જે રીતે પોતાના ખિસ્સામાં રાખતો હતો. તે જ રીતે તેણે સ્ટેટ મોનીટરીંગ સેલના PSI સહિતને કર્મીઓને વંશ કરવાના પ્રયાસો કર્યા હતા. જોકે તેઓ વશ ન થતાં આખરે આ માથાભારે બુટલેગરે (Bootlegger in Vadodara) તેમની પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો : Police Porting Bootleggers in State : બુટલેગરને પોલીસ સ્પોર્ટ કરી રહી હોવાનો યુથ કોંગ્રેસનો આક્ષેપ
દારૂના અડ્ડાનો પર્દાફાશ - વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી ઊર્મિ સ્કૂલ પાસેની નવી નગરીમાં લાલો નામનો બુટલેગર મોટા પાયે દારૂનો ધંધો બેરોકટોક કરતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. જેના પરિણામે સ્ટેટ મોનીટરીંગ સેલના (State Monitoring Cell) PSI અને તેમની ટીમ ખાનગી ગાડી લઇ રેડ પાડવા માટે પહોંચી હતી. નવીનગરીમાં સ્ટેટ મોનીટરીંગ સેલના PSI રાઠવા અને તેમની ટીમે રેડ કરી બેફામ ચાલતા દારૂના (Alcohol Seized in Vadodara) અડ્ડાનો પર્દાફાશ કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો : વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સુરતની મહિલા બુટલેગર પાસામાં ધકેલાઈ
બુટલેગરોનો પોલીસ પર હુમલો - એક તરફ પોલીસની ટીમ મુદ્દામાલની ગણતરી કરી રહી હતી. ત્યાં બુટલેગર લાલોના સાગરીતો ત્યાં આવી પહોંચી પોલીસ કર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જોત જોતામાં વાતાવરણ ઉગ્ર બન્યું અને ટોળું એકત્ર થવા લાગ્યું હતું. એકત્ર થયેલા ટોળાએ પોલીસ કર્મીઓ ઉપર પથ્થરમારો (Attacked Police Bootleggers in Vadodara) કરતા PSI ઇજાગ્રસ્ત થયા હતા. છતાંય ટોળાએ પથ્થર મારો કરવાનું ચાલુ રાખી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. બનાવને પગલે સમા પોલીસ સ્ટેશન ખાતે બુટલેગર અને તેના સાગરિતો સહિત ટોળા સામે ગુનો નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.