ETV Bharat / city

કોરોનાનું ગ્રહણ વડોદરા સેન્ટ્રલ જેલને પણ લાગ્યું, 22 જેટલા જેલના કર્મચારીઓ કોરોના પોઝિટિવ

author img

By

Published : May 12, 2021, 9:39 AM IST

Updated : May 14, 2021, 6:34 AM IST

દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલ પણ બાકાત રહી નથી. વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. વર્ષ-2020માં કોરાનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 204 જેટલા કેદીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં 27 જેટલા કેદીઓ હાલ સારવાર હેઠળ છે અને 22 જેટલો જેલનો સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો હતો. તેમાં 6 જેટલા કર્મચારીઓ હોમ ક્વોરેઈન્ટાઈન છે.

204 જેટલા કેદીઓ કોરોના પોઝિટિવ
204 જેટલા કેદીઓ કોરોના પોઝિટિવ
  • વડોદરા સેન્ટ્રલ જેલ પર લાગ્યું કોરોનાનું ગ્રહણ
  • 204 જેટલા કેદીઓ કોરોના પોઝિટિવ
  • 22 જેટલો જેલનો સ્ટાફ પણ કોરોના સંક્રમિત

વડોદરા: કોરોનાની મહામારીમાં ભારત દેશ પણ બાકાત રહ્યું નથી. ગયા વર્ષ-2020 કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલ પણ તેમાંથી બાકાત રહ્યું નહીં. વડોદરા સેન્ટ્રલ જેલના નાયબ અધિક્ષક વી. આર. પટેલે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ જેલમાં કુલ 1,637 કેદીઓ છે. જેમાં 1,165ની કેપેસીટી જેલની છે. કેપેસિટી કરતા વધુ કેદીઓ જેલની અંદર છે. 2020માં 124 જેટલા કેદીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેમાં 7 જેટલા સેન્ટ્રલ જેલનાં કર્મચારી પણ કોરોના સંક્રમિત થયા હતા. કોરોનાની હાલ બીજી લહેર ચાલી રહી છે ત્યારે 2021માં 80 જેટલા કેદીઓ પોઝિટિવ નોંધાયા છે. જેમાં 27 જેટલા કેદીઓ હાલ સારવાર હેઠળ છે. 15 જેટલો સેન્ટ્રલ જેલના કર્મચારીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં હાલ 6 જેટલા કર્મચારીઓ હોમ ક્વોરેઈન્ટાઈન છે.

વડોદરા સેન્ટ્રલ જેલ પર લાગ્યું કોરોનાનું ગ્રહણ

જેલના કેદીઓ માટે અલગથી કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું

કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે શહેરમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ સંખ્યા વધી રહી છે. OSD ડો. વિનોદ રાવ દ્વારા પણ કેદીઓ માટે લાલબાગ અતિથિ ગૃહમાં કોવિડ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે અને કેદીઓની સંખ્યા વધે તો SSG હોસ્પિટલમાં પણ કોવિડ કેર ઊભું કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: મહેસાણા જિલ્લા મધ્યસ્થ જેલમાં કોરોનાને લઈ ખાસ તકેદારી રખાઈ

સેન્ટ્રલ જેલની અંદર કેદીઓ સંક્રમિત ન થાય તેના માટે આયુર્વેદિક ઉપચાર કરવામાં આવે છે

કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સેન્ટ્રલ જેલ કેદીઓ સંક્રમિત ન થાય તે માટે વડોદરા સેન્ટ્રલ જેલની અંદર કેદીઓને, ગરમ પાણી, લીંબુ શરબત ,આયુર્વેદિક ઉકાળા ,કેદીઓ બનાવેલા માસ્ક અને દરરોજ એ બેરીકેટને સેનિટાઇઝેશન કરવામાં આવે છે. જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલની અંદર 6 જેટલી બેરકો કેદીઓના હોમ ક્વોરેઈન્ટાઈન માટે રાખવામાં પણ આવી છે.

સેન્ટ્રલ જેલમાં વેક્સિનેશન પણ આપવામાં આવી રહી છે

સરકાર દ્વારા જે વેક્સિનેશન ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પણ કેદીઓને રસી આપવામાં આવેલી છે. 31 માર્ચેથી સેન્ટ્રલ જેલની અંદર પહેલો ડોઝ શરૂ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ જેલમાં 1,637 કેદીઓ તેમાં 1,084 જેટલા કેદીઓને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ જેલમાં 19 કેદીઓ થયા કોરોના સંક્રમિત

કેદીઓને પરિવારજનો સાથે ઇ-મુલાકાત કરવામાં આવે છે

કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે 15 એપ્રિલથી સેન્ટ્રલ જેલની અંદર કેદીઓ માટેની મુલાકાત બંધ કરી દેવામાં આવી છે. તેના બદલે કેદીઓના પરિવારજનો સાથે ઇ-મુલાકાત શરુ કરવામાં આવી છે. વીડિયો કોલિંગ અને ટેલિફોન સાથે કેદીઓને પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી રહી છે.

Last Updated : May 14, 2021, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.