સુરતઃ કોરોનાથી નિધન (Art of Living sage Nityaprajna Dies ) પામેલા ઋષિ નિત્યપ્રજ્ઞ આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકરની ખૂબ જ નજીક સહયોગીઓમાં એક હતાં. તેમનું મૂળ નામ નીતિન લિમયે હતું. તેઓનું બાળપણ વડોદરામાં પસાર થયું હતું અને કોલેજ અભ્યાસ પણ વડોદરામાં પૂર્ણ થયો હતો. ઋષિ નિત્યપ્રજ્ઞ વડોદરાના પ્રખ્યાત ગરબા અને ભજન ગાયક સચિન લીમયેના ભાઈ થાય છે. આર્ટ ઓફ લિવિંગમાં જોડાયા બાદ પૂજ્ય શ્રી શ્રી એ તેમને ઋષિ નિત્યપ્રજ્ઞા નામ આપ્યુ હતું અને તેવો સમય જતાં આ નામથી જાણીતા થયાં હતાં. તેમના નિધનથી (Corona Death In Vadodara 2021) આર્ટ ઓફ લિવિંગ વડોદરા શાખામાં શોકમય માહોલ છે.
25 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયેલાં હતાં
ઋષિજી ભારત સહિત વિદેશમાં પણ ખૂબ જાણીતા હતાં. 25 કરતા વધુ વર્ષથી તેઓ શ્રી શ્રી રવિશંકરજી સાથે જોડાયેલાં હતાં. તેઓના ભજન અને સારા અવાજને કારણે તેઓએ આર્ટ ઓફ લિવિંગમાં ખૂબ જ નામના મેળવી હતી.
આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય ગાયક લોક કલાકાર લાદુરામ નાયકનું કોરોનાથી નિધન
કોવિડ ગાઈડ લાઇન પ્રમાણે થઇ અંંતિમવિધિ
તેમની અંતિમ વિધિ આજે બપોરે કોવિડની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવી હતી.આ સાથે કોરોનાથી વધુ એક અગ્રણી વડોદરાએ (Corona Death In Vadodara 2021) ગુમાવ્યાં છે.
આ પણ વાંચોઃ Loss of Malayalam Film Industry: મલયાલમ ફિલ્મોના ગીતકાર પૂવાચલ ખાદરનું કોરોનાથી નિધન