ETV Bharat / city

કરજણ પેટા ચૂંટણી: અધિકારીની ઉપસ્થિતિમાં મતદાન યંત્રો અને VVPATની ફાળવણી કરાઈ - District Electoral Officer

કરજણ વિધાનસભા પેટા ચુંટણી અંતર્ગત પ્રથમ રેંડેમાઇઝેશન હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં મતદાનમાં ઉપયોગમાં લેવા માટેના મતદાન યંત્રો અને વિવિપેટની કમ્પ્યુટરાઇઝડ ફાળવણી કરવામાં આવી હતી.

District Electoral Officer
ચૂંટણી
author img

By

Published : Oct 6, 2020, 10:49 AM IST

વડોદરા : જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 147 કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની ભારતના ચુંટણી પંચની સૂચનાઓ અનુસાર અને જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તબક્કાવાર વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. તટસ્થ,પારદર્શક અને ન્યાયી ચૂંટણીઓ યોજાય તે માટે તમામ તકેદારીઓ લેવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલના નિરીક્ષણ હેઠળ વિધાનસભા બેઠકમાં મતદાન કરાવવા પંચ દ્વારા કોમ્પ્યુટરાઇઝડ પ્રક્રિયા દ્વારા મતદાન યંત્રોની ફાળવણી કરવામાં આવી હતી. તેમજ ફાળવેલા મતદાન યંત્રોની નંબરવાર યાદી બનાવવામાં આવી હતી.

કરજણ પેટા ચૂંટણી જિલ્લા ચુંટણી અધિકારીની ઉપસ્થિતિમાં મતદાન યંત્રો અને વિવિપેટની ફાળવણી કરાઈ

આ દરમિયાન બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કરજણ કે.આર.પટેલે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં. કરજણ બેઠક માટે પંચની કોવિડની ગાઈડ લાઇન પાળીને કુલ 311 મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યાં છે.

કે.આર.પટેલે જણાવ્યું કે કુલ મતદાન મથક સંખ્યાના 140 ટકા મતદાન યંત્રો ફાળવવાની પંચની સૂચનાને અનુસરીને બેઠકના મતદાન મથકો માટે 436 બેલેટ યુનિટ અને કાઉન્ટીંગ યુનિટ્સ ફાળવવામાં આવ્યાં છે.જ્યારે મતદારે મતદાન કર્યું છે એ દર્શાવતી રસીદ જનરેટ કરતાં વીવીપેટ ની બાબતમાં 150 ટકાની સૂચના અનુસરીને 467 વીવીપેટ આજની પ્રક્રિયા હેઠળ પારદર્શક રીતે ફાળવવામાં આવ્યાં છે.

આ મતદાન યંત્રોને જરૂરી સુરક્ષા તકેદારીઓ સાથે કરજણ લઈ જઈને તાલુકા સેવા સદન ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે પંચની સૂચના પ્રમાણેના ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હેઠળ રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.