ETV Bharat / city

વડોદરા ખાતે અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવ 'વેલી ઓફ વર્ડ્સ'નું આયોજન - અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવ

સંસ્કારી નગરી વડોદરા (Vadodara) ખાતે ભારતીય રેલવેની રાષ્ટ્રીય એકેડેમી (National Academy of Indian Railways)માં 'વેલી ઓફ વર્ડ્સ' (Valley of Words) નામના પ્રતિષ્ઠિત અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવ (Akhil Bharatiya Sahitya Mahotsav)ના હિન્દી પ્રકરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 22 અને 23 ઑક્ટોબર દરમિયાન ભારતીય રેલવેની રાષ્ટ્રીય એકેડેમીમાં વેલી ઑફ વર્ડ્સનું આયોજન થશે.

વડોદરા ખાતે અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવ 'વેલી ઓફ વર્ડ્સ'નું આયોજન

author img

By

Published : Oct 21, 2021, 10:29 PM IST

  • અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવના હિન્દી પ્રકરણનું વડોદરામાં આયોજન
  • 'વેલી ઓફ વર્ડ્સ' નામે આયોજિત થઈ રહ્યું છે અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવનું હિન્દી પ્રકરણ
  • મહોત્સવમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેખકો અને કલાકારો આવશે

વડોદરા: 22 અને 23 ઓક્ટોબરના રોજ ભારતીય રેલવેની રાષ્ટ્રીય એકેડેમી (National Academy of Indian Railways)માં 'વેલી ઓફ વર્ડ્સ' (Valley of Words) નામના પ્રતિષ્ઠિત અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવ (Akhil Bharatiya Sahitya Mahotsav)ના હિન્દી પ્રકરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના લેખકો અને કલાકારો વડોદરા (Vadodara) આવી રહ્યા છે.

'વેલી ઑફ વર્ડ્સ' સાહિત્ય મહોત્સવમાં આ મહેમાનો હશે

આ આયોજન સમગ્ર વડોદરા માટે ગૌરવની વાત છે. વેલી ઓફ વર્ડ્સ સાહિત્ય મહોત્સવના વડોદરા ચેપ્ટરના ઉદ્ઘાટન સત્રના મુખ્ય મહેમાન વડોદરાના કમિશ્નર પોલીસ શ્રી શમશેર સિંહ છે. કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા ભારતીય રેલવેની રાષ્ટ્રીય એકેડમીના મહાનિર્દેશક શ્રી એસ.પી.એસ. ચૌહાણ કરશે. વેલી ઓફ વર્ડ્સ સાહિત્ય મહોત્સવના રાષ્ટ્રીય સંયોજક લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન, મસૂરીના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ડો.સંજીવ ચોપરા છે.

હિન્દી-ગુજરાતી કવિતા સંધ્યાનું આયોજન

22 ઓક્ટોબરની સાંજે જયપુર ઘરાનાની જાણીતી કથક નૃત્યાંગના શ્રીમતી મનીષા ગુલયાની દ્વારા કથક પ્રસ્તુતિ થશે અને 23 ઓક્ટોબરની સાંજે હિન્દી-ગુજરાતી કવિતા સંધ્યાનું આયોજન કરવામાં આવશે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે શ્રીમતી વંદના રાગ, શ્રમતી મમતા કિરણ, શ્રી લક્ષ્મી શંકર વાજપેયી, શ્રીમતી મમતા કાલિયા, શ્રીમતિ નીતિ સિંહ વગેરે રાષ્ટ્રીય કક્ષાના લેખકો અને હિન્દી વિદ્વાનો વડોદરા આવી રહ્યા છે. આ પ્રથમવાર છે કે આ પ્રતિષ્ઠિત સાહિત્ય મહોત્સવના એક પ્રકરણનું આયોજન ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની વડોદરામાં કરવામાં આવી રહ્યું છે.

હિન્દી સાથે ગુજરાતનો જૂનો અને મજબૂત સંબંધ

વડોદરામાં વેલી ઑફ વર્ડ્સના સત્ર હિંદી ભાષા સંબંધિત છે અને ગુજરાતનો હિંદી સાથે ઘણો ગાઢ લગાવ રહ્યો છે. હિંદી ભાષાનો વિકાસ વાંચતા જ્યારે આદિકાળનું અદ્યયન થાય છે તો કવિ હેમચંદ્રને વાંચવામાં આવે છે. હેમચંદ્રનો સંબંધ ગુજરાત સાથે છે. મધ્યકાળના દાદૂ દયાળ આ ભૂમિથી હતા. મીરાબાઈએ પોતાના જીવનના અંતિમ વર્ષ અહીં જ પસાર કર્યા હતા. નરસિંહ મહેતાનું લખેલું 'વૈષ્ણવ જન તો' બાપૂના પ્રિય ભજનોમાંથી એક રહ્યું અને દેશભરમાં ગવાયું. એટલે કે જો તમે જૂઓ તો હિંદી ભાષા અને ગુજરાતનો સંબંધ ગાઢ પણ છે અને ઘણો જૂનો પણ. ચોક્કસ રીતે આ આયોજનથી ગુજરાત અને હિંદીના ઐતિહાસિક સંબંધને વધારે તાકાત મળશે.

આ પણ વાંચો: Police Memorial Day: શહીદ પોલીસ જવાનના નામથી ઓળખાશે શાળા, રસ્તા અને લેન

આ પણ વાંચો: ગોચર જમીન ઉપર ખનન થતા વડોદરાના કલેકટરથી તલાટી સુધીના અધિકારીઓને જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો હુકમ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.