ETV Bharat / city

વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અક્ષય પટેલનો ભવ્ય વિજય

ગુજરાતની ખાલી પડેલી ૮ બેઠકો પર 10 નવેમ્બરે મતગણતરી યોજાઇ હતી. વડોદરા જિલ્લાની કરજણ બેઠક પર સોના પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી યોજવામાં આવી હતી. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર ભાજપનામાં આવનાર અક્ષય પટેલનો વિજય થયો હતો.

વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠક પર અક્ષય પટેલનો ભવ્ય  વિજય

author img

By

Published : Nov 10, 2020, 6:52 PM IST

  • ગુજરાતની ખાલી પડેલી ૮ બેઠકો પર 10 નવેમ્બરે મતગણતરી યોજાઇ
  • કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર ભાજપનામાં આવનાર અક્ષય પટેલનો વિજય
  • કરજણ બેઠક પર ભાજપની જીત
  • અક્ષય પટેલનો 16,209 મતથી વિજય

વડોદરા: ગુજરાતની ખાલી પડેલી ૮ બેઠકો પર 10 નવેમ્બરે મતગણતરી યોજાઇ હતી. વડોદરા જિલ્લાની કરજણ બેઠક પર સોના પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી યોજવામાં આવી હતી. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર ભાજપનામાં આવનાર અક્ષય પટેલનો વિજય થયો હતો.

કરજણ પર ભાજપનો ભગવો લહેરાયો

વડોદરા જિલ્લાની વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી શહેરના પોલિટેકનિક કોલેજ ખાતે યોજવામાં આવી હતી. સવારના 8:00 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જિલ્લાની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપાના અક્ષર પટેલનો સોળ હજાર કરતાં વધુ મતથી વિજય થયો છે. અક્ષર પટેલે શરૂઆતના પ્રથમ દાવની સરસાઈ મેળવી હતી. જે છેલ્લા રાઉન્ડ સુધી ચાલી રહી હતી. જેમાં કોંગ્રેસના કિરીટ સિંહ જાડેજા બીજા ક્રમે અને નોટા 2,283 મત સાથે ત્રીજા ક્રમે રહી હતી. જ્યારે બાકીના સાત ઉમેદવારોનો નોટાના કુલ મતો પણ મેળવી શક્યા ન હતા. મતગણતરીના ડાઉનના અંતે ભાજપના અક્ષય પટેલને 76,831 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના કિરીટસિંહને 60,422 મળ્યા હતા. ભાજપના અક્ષય પટેલનો 16,209 મતથી વિજય થયો હતો. કોંગ્રેસના કેસી વિજય પ્રજાનો નહીં પણ તંત્ર દ્વારા કરવામાં આવેલી સત્તાનો દુરુપયોગને કામગીરીના પગલે ભાજપનો વિજય થયો હોવાનું જણાવ્યું હતું. જો કે તેઓ પ્રજાના કામો કરવાનું ચાલુ રાખશે અને પ્રજાના હિતમાં કામ કરશે અને આગામી 2022ની ચૂંટણી માટે તૈયારીઓ કરશે. અક્ષય પટેલના ટેકેદારોએ અક્ષય પટેલનું વિજય સરઘસ કાઢ્યું હતું. જ્યારે જંગી મતોથી વિજય થયેલા ભાજપના અક્ષય પટેલે વિજયને પ્રજાનો વિજય ગણાવ્યો હતો અને પ્રજાના બાકી રહેલા કામોને પૂર્ણ કરવાની વાત કરી હતી.

વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠક પર અક્ષય પટેલનો ભવ્ય વિજય

સાંસદ રંજનબેન ભટ્ટની પ્રતિક્રિયા

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે અક્ષય પટેલની જીતને પ્રજાના વિકાસના કામોની જીત બતાવી હતી અને દેશના વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી જે કામો વિકાસના કરી રહ્યા છે. તેને આગળ ધપાવવા માટે કરજણની બેઠક પર મતદારોએ અક્ષય પટેલને વિજયી બનાવ્યા હતા. કોંગ્રેસ જુઠાણું બોલે છે તે તેમની હાર પરથી સાબિત થાય છે.

ધારાસભ્ય શૈલેષ મહેતાની પ્રતિક્રિયા

ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ત્યારથી જ સ્ટાર પ્રચારકો વડોદરા જિલ્લાની કરજણ બેઠક પર ઉતરી ગયા હતા. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટા) અક્ષય પટેલને જીતાડવા માટે ખૂબ મહેનત કરી હતી અને પ્રજાના પણ બાકી રહેલા કામો હવે અક્ષય પટેલ જીતીને કરશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.