વડોદરાઃ શહેર નજીક આવેલા બાજવા ગામના સોનાલી શોપિંગ સેન્ટરમાં સાયબર કોમ્પ્યુટરના નામે દુકાન ધરાવતા વિનય સુશિલ ઝા દ્વારા નેશનલ અથવા તો ઇન્ટરનેશનલ કોઇ પણ ખાનગી કંપનીના બનાવટી અનુભવના સર્ટિફિકેટ્સ બનાવવામાં આવતા હતા. આ અંગેની વિગતોના પગલે SOG પોલીસની ટીમે વોચ રાખી હતી.
પોલીસે સોનાલી શોપિંગ મોલમાં ચાલતા સાયબર કાફેમાં રેડ કરતાં 12 કંપનીઓના સર્ટિફિકેટ્સ મળી આવ્યા હતા. જ્યારે બીજા 17 લેટર પણ મળી આવ્યા હતા. આ સર્ટિફિકેટ્સમાં દુકાનના માલિક વિનય દ્વારા કંપનીના સિક્કા અને અધિકારીઓની ખોટી સહીઓ પણ કરવામાં આવતી હતી.
કોમ્પ્યુટર પર તૈયાર કરેલા અનુભવ સર્ટિફિકેટ માટે 2000 થી 5000 રૂપિયા પડાવી લેવામાં આવતા હતા. આથી પોલીસે કોમ્પ્યુટર, પ્રિન્ટર તેમજ અન્ય સામગ્રી પણ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.