- ગોધરા કાંડના આરોપી હાજી બિલ્લાનું મોત
- વડોદરા સેન્ટ્રલ જેલમાં ભોગવી રહ્યો હતો સજા
- આરોપી હાજી બિલાલ 4 વર્ષથી હતો બિમાર
- ફાંસીની સજા ફટકરાઈ હતી જે બાદમાં આજીવન કેદમાં પરિવર્તિત થઈ હતી
વડોદરા: વડોદરા સેન્ટ્રલ જેલમાં (Vadodara Central Jail) હાજી બિલાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. ગોધરાકાંડના ગુનામાં બિલાલને પહેલા ફાંસીની સજા થઈ હતી. જે બાદ તેની સજા આજીવન કેદમાં પરિવર્તિત કરવામાં આવી હતી. હાજી બિલાલ છેલ્લા ચાર વર્ષથી બિમાર હતો અને 22 નવેમ્બરથી તે સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. તેનું ગુરુવારે સારવાર દરમિયાન મોત (accused of Godhra scandal Haji Bilal death) થયું છે.
આ પણ વાંચો: ગોધરાકાંડના 19 વર્ષથી નાસતા ફરતા આરોપીને SOGએ ઘરમાંથી ઝડપી પાડ્યો
ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની સજા આજીવન કેદમાં બદલી હતી
વર્ષ 2002માં 27 ફેબ્રુઆરીએ ગોધરામાં (Godhra scandal) સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બાઓ સળગાવવાના મામલે ટ્રાયલ ર્કોટે ફેબ્રુઆરી 2011માં હાજી બિલાલ સહિત કુલ 11 આરોપીઓને ફાંસી અને અન્ય 20 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની સજા આજીવન કેદમાં બદલી હતી.
આ પણ વાંચો: ગોધરાકાંડમાં નિર્દોષ છૂટેલા ઉમેશ ભરવાડ પર 2 શખ્સોએ હુમલો કર્યો, ઘટના CCTVમાં કેદ
પોસ્ટમોર્ટમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપાશે
બીમાર હાજી બિલાલ 22 નવેમ્બરથી વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ હતો. ઓક્સિજન પર રહેલા હાજી બિલાલે (Haji Bilal died while undergoing treatment in Vadodara) ગુરુવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે તેના મોત બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ પોલીસ તેના મૃતદેહને પરિવારને સોંપશે.