છોટાઉદેપુર: દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના (Arvind Kejriwal in Gujarat) નેતા અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતની મુલાકાતે (AAM Vadodara) આવ્યા હતા. જ્યાં તેમણે વેપારીઓના પ્રશ્નો સાંભળ્યો અને સભા પણ સંબોધી હતી. પણ છોટાઉદેપુરમાં થોડું અસાધારણ કહી શકાય એવું ચિત્ર જોવા મળ્યું હતું. જ્યારે પણ કોઈ રાજકીય કાર્યક્રમ હોય ત્યારે સ્ટેજ પર પક્ષના પદાધિકારીઓ બેસે છે. પણ આમ આદમી પાર્ટીના પ્રભારી સંદીપ પાઠક (Aap Sandeep Pathak) વરસતા વરસાદ વચ્ચે લોકોની સાથે ઊભા રહ્યા હતા.
આ પણ વાચોં: ગાયો માટે આયુર્વેદિક લાડુ, લમ્પીગ્રસ્તને આપવામાં આવી રહી છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ
-
આજ તો છે 'આપ'ની ઈમાનદારીનો રંગ,
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
વરસાદ હોય કે આંધી હોય..
સૌ છે કેજરીવાલને સંગ!#AadivasiWithKejriwal pic.twitter.com/VB0v7YxBIj
">આજ તો છે 'આપ'ની ઈમાનદારીનો રંગ,
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 7, 2022
વરસાદ હોય કે આંધી હોય..
સૌ છે કેજરીવાલને સંગ!#AadivasiWithKejriwal pic.twitter.com/VB0v7YxBIjઆજ તો છે 'આપ'ની ઈમાનદારીનો રંગ,
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 7, 2022
વરસાદ હોય કે આંધી હોય..
સૌ છે કેજરીવાલને સંગ!#AadivasiWithKejriwal pic.twitter.com/VB0v7YxBIj
AAPનું ટ્વીટ: ગુજરાતમાં આવેલા અરવિંદ કેજરીવાલ છોટાઉદેપુર પહોંચ્યા હતા. જ્યાં વરસતા વરસાદ વચ્ચે એમને સાંભળવા માટે લોકો આવ્યા હતા. લોકોએ પોતાની માથે બેસવાની ખુરશી મૂકીને ભર વરસાદમાં સભા સાંભળી હતી. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રભારી સંદીપ પાઠક સ્ટેજના બદલે લોકોની વચ્ચે જોવા મળ્યા હતા. તેમણે સામાન્ય લોકોની સાથે રહીને સભા સાંભળી હતી. જોકે,એમની આ સાદગીના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે.
આ પણ વાચોં: CWG 2022 : બોક્સિંગમાં 48 કિલો કેટેગરીમાં નિતુએ જીત્યો ગોલ્ડ મેડલ
પદ પછી પબ્લિક પહેલા: સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, જ્યારે પણ કોઈ પક્ષના મોટા નેતા આવે એટલે પક્ષના પદાધિકારીઓ સ્ટેજ પર બેસવા માટે પડાપડી કરતા હોય છે. પણ આમ આદમી પાર્ટીની આ સભામાં પક્ષના જ પ્રભારી કોઈ જ સિક્યુરિટી વગર લોકોની વચ્ચે અરવિંદ કેજરીવાલની સભા સાંભળવા માટે પહોંચી ગયા હતા. એમના ફોટા સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે.