વડોદરા દેશની આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ Azadi ka Amrit Mohotsav અંતર્ગત હર ઘર તિરંગાની ઉજવણી ચાલી રહી છે. ભારતભરમાં લોકો પોતાના ઘર, દુકાન, વાહન જેવી વિવિધ જગ્યાએ તિરંગો લગાવી રહ્યા છે. ત્યારે દેશભરમાં Har ghar tricolor ચાલી રહેલા આ હર ઘર તિરંગા અભિયાનને લઈને આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા લોકોએ ફરકાવેલો તિરંગાને સન્માનિત સ્થાન મળે તે માટે 16 ઓગસ્ટે કાશ્મીરમાં ત્રિરંગા પહોચાડશે ની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો આ વ્યક્તિએ ગાંધીજીને ચરખો ચલાવતા શિખવાડ્યું, જાણો લડવૈયાઓની કહાની
આમ આદમી પાર્ટીની જાહેરાત આઝાદી કા અમૃત મહોત્સવ યોજાઇ રહ્યો છે. ત્યારે લોકો પોતાના ઘરની બહાર તિરંગો ફરકાવી રહ્યા છે. જેથી 15 ઓગસ્ટ બાદ પણ રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે તે આમ આદમી પાર્ટીએ પહેલ કરી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સ્વેજલ INDEPENDENCE DAY 2022 વ્યાસે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં જે લોકોએ પૈસા ખર્ચીને તિરંગા લીધા છે અને તેને ફરકાવ્યા બાદ તેઓ સાચવી ન શકે તો 16 ઓગસ્ટે તેને અમે પરત લઇશું અને તેની સામે રિફંડ પણ આપીશું. હાલ આ અભિયાન વડોદરા શહેર પુરતું છે. આ ઝંડાઓને કાશ્મીર બોર્ડર પર ફરકાવીશું તિરંગાને કાશ્મીરમાં ભારત પાકિસ્તાનની બોર્ડર છે ત્યાં આર્મીના જવાનો પાસે પહોંચાડીશું. જેથી આ તિરંગાઓને સન્માનિત સ્થાન મળે. અમે આ તિરંગા કશ્મીરમાં ક્યા આપ્યા એ પણ માહિતી લોકો સુધી પહોંચાડીશું.
આ પણ વાંચો લોકોમાં રાષ્ટ્રધ્વજની ખરીદીનો ઉત્સાહને જોઈ પોસ્ટ ઓફિસે કર્યું દેશ માટે આ અદભૂત કામ
અનોખી પહેલ મહત્વનું છે કે રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે તે માટેની આ અનોખી પહેલ છે. આ તિરંગા લેવા પાછળનો ઉદ્દેશ એ છે કે, જો કોઇ તેને સાચવી ન શકે તો તેનું અપમાન ન થાય. આ ત્રિરંગા પરત લેવાનો જે ખર્ચ થશે તે આમ આદમી પાર્ટીના Indian Independence Day કાર્યકરો પોતાની રીતે ફંડ એકત્ર કરી ચુકવશે. તિરંગા 16 ઓગસ્ટે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી શહેરના સુભાનપુરા વિસ્તારમાં પંચરત્ન બિલ્ડિંગ પાસે સરદાર વલ્લભભાઇ happy independence day પટેલના સ્ટેચ્યુ પાસે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા લેવા માટેનો કેમ્પ આયોજન કરાશે. એક વ્યક્તિ વધુમાં વધુ પાંચ તિરંગા આપી શકશે. ત્યારે આમ આદમી પાર્ટીની આ પહેલની સૌ કોઈ સરાહના કરી રહ્યા છે.