વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલના આગમન પહેલા રસ્તા પર હિંદુ વિરોધી કેજરીવાલ ગો બેક લખવામાં આવ્યું હતું.શહેરના સ્થાનિક રાજકારણમાં પોસ્ટર વોર ( uproar over poster war) પણ જામ્યું છે. આ મુદ્દે વડોદરામાં આપ અને ભાજપના કાર્યકરો ( AAP and BJP workers face off in Vadodara )સામસામે આવ્યાં હતાં.
આમને-સામને આમ આદમીની પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે રેલી (Arvind Kejriwal rally in Vadodara) યોજવાના છે. અરવિંદ કેજરીવાલ વડોદરા પહોંચે તે પહેલા જ વાતાવરણ ગરમાયુ ( uproar over poster war) છે. અરવિંદ કેજરીવાલનાં આગમને લઇને જે હોડિંગ્સ અને ગેટ બનાવવામાં આવ્યા છે તેને ઉતારવાની માંગ સાથે આપ અને બીજેપી આમને-સામને ( AAP and BJP workers face off in Vadodara )આવી ગયુ છે.
શાબ્દિક પ્રહાર સાથે ધક્કા-મુક્કી આપ અને બીજેપી બન્ને પક્ષનાં નેતાઓ સામે- સામે શાબ્દિક પ્રહાર કરતા નજરે પડ્યા હતા. વાતાવરણ ગરમ થતા જ ધક્કા-મુક્કીનો માહોલ ( uproar over poster war) સર્જાયો હતો. જ્યારે પોલીસને બોલાવવાની પણ ફરજ પડી હતી. અરવિંદ કેજરીવાલ ભગતસિંગ ચોકથી લઇને ખંડેરાવ માર્કેટ સુધી રેલી યોજવાના છે. આ માર્ગ પર આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જ્યાં પહેલેથી જ નવરાત્રીના પોસ્ટરો અને ગેટ હતો. સાથે ભાજપનાં પોસ્ટર પણ લાગેલા હતા.
ભાજપનો રોષ શા માટે આ મુદ્દે ભાજપના પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલનું કહેવું હતું કે 'અમારા પોસ્ટર પર આમ આદમી પાર્ટીએ પોસ્ટર શા માટે લગાવ્યા છે'. જ્યારે આમ આદમી પાર્ટીના વડોદરા આપ પ્રમુખ પ્રતિમા વ્યાસનું કહેવુ છે કે 'હવે નવરાત્રી પૂર્ણ થઇ ગઇ છે છતાં પણ ભાજપના કાર્યકરોએ જાણી જોઇને તેના પોસ્ટર કે ગેટ ઉતાર્યા નથી. અમે એની બાજુમાં પોસ્ટર લગાવ્યા છે'. આ મામલે બન્ને પક્ષ વચ્ચે વાતાવરણ ( AAP and BJP workers face off in Vadodara )ગરમાયું હતું.
બન્ને પક્ષ દ્વારા સૂત્રોચ્ચાર આપના નેતાઓએ હાય રે ભાજપનાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનને ( AAP and BJP workers face off in Vadodara )કારણે એક બાજુનો રોડ રોકાઇ જતા વાહનવ્યવહાર પર અસર પડી હતી. છેલ્લે પોલીસ આવતા જ ટોળા વિખેરાયા હતાં. પરંતુ સવારે ગો બેક કેજરીવાલ, બાદમાં હવે પોસ્ટર વિવાદ અને બપોર બાદ કેજરીવાલની રેલી દરમ્યાન કેવો માહોલ સર્જાય છે તે જોવું રહ્યું.
ઉશ્કેરણીના કારણે બે લોકોની અટકાયત કરવામાં આવી વડોદરા શહેર ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે પંજાબ રાજ્યના મુખ્યપ્રધાન ભગવંત માન વડોદરામાં આપ તિરંગા યાત્રા (Aap Tiranga Yatra in Vadodara) માં જોડાવાના છે. ત્યારે વડોદરા શહેરમાં પોસ્ટર વોરને લઈ ભારે ગરમાગરમી ( AAP and BJP workers face off in Vadodara ) જોવા મળી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ડીસીપી ઝોન 2 અભય સોનીએ જણાવ્યું હતું કે 'બેનર લાગવાને લઈ બબાલ ( uproar over poster war) થઈ હતી. પરંતુ નવરાત્રીના બેનરો ઉપર બેનરો લાગ્યા હતા. જેથી બંને પક્ષમાં ગેેરસમજ થઈ હતી. હાલમાં તમામ સ્થિતિ કાબુમાં છે અને હાલમાં બે વ્યક્તિની વધુ ઉશ્કેરણીના કારણે અટકાયત કરવામાં આવી છે. રેલીને લઈ પરમિશન આપવામાં આવી છે અને આજે બંને રાજ્યના સીએમ હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.'