ETV Bharat / city

આમ આદમી પાર્ટીનો પ્રચાર પૂરજોશમાં, વડોદરામાં યોજ્યો રોડ શો - amit shah

મહાનગરપાલિકાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીએ વડોદરામાં દિલ્હીની સાંસદ આતિષી સિંહની પત્રકાર પરિષદ બાદ રોડ શો યોજ્યો હતો.

વડોદરા
વડોદરા
author img

By

Published : Feb 15, 2021, 7:09 PM IST

  • આમ આદમી પાર્ટીએ 43 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા
  • કાલાઘોડા પંચમુખી હનુમાનજીના મંદિરે દર્શન કરીને રોડ શો શરુ કર્યો
  • દિલ્હીની સાંસદ આતિષી સિંહે પત્રકાર પરિષદ યોજી

વડોદરા: આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ પાલિકાની ચૂંટણી છે. ત્યારે અલગ-અલગ પક્ષના પ્રચારકો વડોદરામાં જાહેર સભા અને રોડ શૉ કરશે. રવિવારે ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં જાહેર સભા ગજવી હતી, પરંતુ કમનસીબે નાજુક સ્વાસ્થ્યને કારણે સંબોધન દરમ્યાન ઢળી પડ્યા હતા. તેના જ એક દિવસ પહેલા દિલ્હીની સાંસદ આતિષી સિંહે પત્રકાર પરિષદ યોજી હતી અને આક્ષેપો કરી કહ્યુ હતું કે, શાસક અને વિપક્ષ બંને એક જ હોવાથી બધા નાગરિકો આમ આદમી પાર્ટીને મત આપશે. વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીએ 43 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

આમ આદમી પાર્ટીનો રોડ શો
આમ આદમી પાર્ટીનો રોડ શો
આમ આદમી પાર્ટીનો કાલાઘોડા થી રોડ શોદિલ્હીની સાંસદ આતિષી સિંહની પત્રકાર પરિષદ બાદ કાલાઘોડા પંચમુખી હનુમાનજીના મંદિરે દર્શન કરીને રોડ શો શરુ કર્યો હતો. ખુલ્લી જીપમાં ધારાસભ્ય અને ઉમેદવારો સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં રોડ શો કર્યો હતો. તેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના બાઈક સવાર કાર્યકર્તાઓ નીકળ્યા હતા.
આતિષી સિંહની પત્રકાર પરિષદ
આતિષી સિંહે રીન્કુ શર્મા મામલે આપ્યું નિવેદનદિલ્હીની સાંસદ આતિષી સિંહે રીન્કુ શર્મા હત્યાકાંડ મામલે નિવેદન આપ્યું હતું કે, ગૃહમંત્રી અમીત શાહ રાજીનામું આપે, રીન્કુ શર્માની હત્યા માટે ગૃહમંત્રી જવાબદાર છે. આમ આદમી પાર્ટી અમિત શાહનુ રાજીનામું માગે છે. ભાજપ હિન્દુત્વ મુદ્દે મત માગે છે, પણ હિન્દુઓની રક્ષા કરી શકતી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.