ETV Bharat / city

વડોદરાના આજવા રોડ પર વહેલી સવારે ટ્રકની અડફેટે વિદ્યાર્થીનું મોત - વડોદરા સમાચાર

વડોદરા અજવા રોડ પર મિત્રો સાથે વહેલી સવારે સાઇકલિંગ કરવા નીકળેલા વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે નિપજેલાં મોત નિપજ્યું હતું માટે સ્થાનિક લોકોએ પાલિકાને જવાબદાર ગણાવ્યું હતું. કેટલી વીર રજૂઆત કરવા છતા પાલિકા દ્વારા આંખ આડા કાન કરે છે. તેની બેદરકારીના લીધે કેટલા મૃત્યું નિપજ્યા છે.

વડોદરાના આજવા રોડ પર વહેલી સવારે ટ્રકની અડફેટે વિદ્યાર્થીનું મોત

author img

By

Published : Sep 19, 2021, 1:10 PM IST

Updated : Sep 19, 2021, 1:38 PM IST

  • કોર્પોરેશનના પાપે વહેલી સવારે સાઈકલિંગ કરવા નીકળેલા વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે કરુણ મોત
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રકને કબ્જે લઇ ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી
  • પોલીસે ઘટના સ્થળેથી વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો

વડોદરા: શહેરમાં આજવા રોડ પર વહેલી સવારે વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે આવતા કરુણ મોત નીપજ્યું હતું. મિત્રો સાથે વહેલી સવારે સાઇકલિંગ કરવા નીકળેલા વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે નિપજેલાં મોત નિપજ્યું હતું માટે સ્થાનિક લોકોએ પાલિકાને જવાબદાર ગણાવ્યું હતું.

વડોદરાના આજવા રોડ પર વહેલી સવારે ટ્રકની અડફેટે વિદ્યાર્થીનું મોત

ટ્રક ચાલકની શોધખોળ

આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી આવેલા પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો છવાયો હતો. બીજી તરફ ઘટના અંગ પોલીસે ટ્રકને કબ્જે લઇ ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ઝડપી કાર દ્વારા રાહદારીનું મોત - ચોંકાવનારા CCTV ફૂટેજ

અનેક વાર માર્ગો બનાવવાના નામે ભ્રસ્ટાચાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી અધિકારીઓ ઉજવણી માટે વિવિધ કાર્યો કરી લાખો રૂપિયાની લહાણી કરવામાં વ્યસ્ત રહ્યા હતા. ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને શહેરમાં બિસ્માર હાલતમાં રહેલા માર્ગો નજરે ચઢતા નથી. અનેક વાર માર્ગો બનાવવાના નામે ભ્રસ્ટાચાર કરતા નેતાઓને શહેરના રસ્તાઓ પર જોવા મળતો ચંદ્રનો નકશો દેખાતો નથી.ત્યારે શનિવારે માર્ગોના કારણે ઘણા અકસ્માત થયા છે. જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, ત્યારે શનિવારના રોજ વહેલી સવારે એવી જ એક ઘટના બનવા પામી છે.

ટ્રકની અડફેટ બાળકનું મોત

રાબેતા મુજબ વહેલી સવારે 6-45 વાગ્યાના સુમારે ત્રણે મિત્રો સાઇકલિંગ કરવા માટે નીકળ્યા હતા. દરમિયાન આજવા રોડ સરદાર એસ્ટેટ પાસેથી પસાર થઇ રહેલી ટ્રકની અડફેટમાં મહર્ષ સુથાર આવી જતાં ઘટના સ્થળે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: શંખેશ્વરની રૂપેણ નદીના પુલ પર કાર ડિવાઇડર સાથે ટકરાઈ, બેના મોત અને 10 ઈજાગ્રસ્ત

પાલિકાની બેદરકારીએ કેટલાક મોત

બીજી બાજુ આ બનાવની જાણ બાપોદ પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલ્યો હતો. અન્ય સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, રોડ પર લાઇન નાંખવા માટે કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. લાઇન નાંખવાની કામગરી પૂર્ણ થયે પણ એક માસ જેટલો સમય થઇ ગયો છે. આમ છતાં, પાલિકા દ્વારા પુરાંણ કરેલી જગ્યાએ રોડ બનાવવામાં આવ્યો ન હતો.

સાઇકલિંગ કરવા માટે નીકળેલા વિદ્યાર્થીનું મોત, પાલિકાનું તંત્ર જવાબદાર

સાઇકલિંગ કરવા માટે નીકળેલા વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. વિદ્યાર્થીના મોત માટે ટ્રક ચાલક જવાબદાર છે. જે તેથી વધારો પાલિકાનું તંત્ર જવાબદાર છે. આ બનાવ અંગે બાપોદ પોલીસે ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી ટ્રક કબ્જે કરી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Last Updated : Sep 19, 2021, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.