વડોદરા: શહેરમાં મૃત સમજીને અંતિમસંસ્કાર કર્યા તે યુવક જીવતો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. છાણી પોલીસને દુમાડની સીમમાંથી મળેલા અજાણ્યા મૃતદેહની ખોટી ઓળખ થતાં(Misidentification of unidentified bodies) પરિવારને મૃતદેહ સોંપ્યો હતો. જો કે તેના અગ્નિસંસ્કાર થયા બાદ જેના નામે અગ્નિસંસ્કાર થયા હતા, તે જીવતો મળતાં પોલીસ અને પરિવાર બંને ચોંકી ઉઠ્યા હતા. હાલ તો જે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તે કોનો છે તે અંગે છાણી પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહના અસ્થિ લઈને DNA ટેસ્ટ(Bone DNA test) માટે લેબમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: છત્તીસગઢના ડુંગરગાંવમાં કચરાની ગાડીમાં મૃતદેહોને સ્મશાન પહોંચાડવામાં આવ્યા
મૃતદેહની ઓળખમાં થઈ ગેરસમજ - વડોદરા શહેરના દુમાડ ચોકડી(Dumad Chokdi of Vadodara) નજીક રોડ પર મૃતદેહ પડયો હોવાની જાણ થતાં લોકો ટોળે વળ્યા હતા. એક ડ્રાઇવરના પુત્ર જેવો દેખાતો જ યુવક હોવાથી લોકોએ યુવકના પિતા સનાભાઇને જાણ કરી હતી. પોતાના પુત્રની ડેડબોડી પડી હોવાની જાણ થતાં જ પિતા સ્થળ પર દોડી ગયા હતા. મૃતદેહને જોઈ પોતાના પુત્રનો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
મૃતક પુત્ર અગ્નિસંસ્કાર બાદ સાંજે બની ચોંકાવનારી ઘટના - મૃતદેહની ઓળખ બાદ છાણી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલમાં(SSG Hospital in Vadodara) મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ બીજા દિવસે મૃતદેહને અંતિમ વિધિ માટે પરિવારને સુપરત કર્યો હતો. પરિવાર દ્વારા સગા સંબંધીઓ ભેગા થઈ અંતિમવિધી સ્મશાનમાં કરવામાં આવી હતી. જ્યાં તેમના ઘરે પુત્રવધૂને બંગડીઓ તફડાવવાની વિધિ પૂરી કરવામાં આવી હતી. સમગ્ર ક્રિયા પતી ગયા બાદ જેને મૃત્યુ પામેલા સમજ્યો હતો તે સંજય ઘરે પરત ફર્યો હતો.
આ પણ વાંચો: પિતાએ કહ્યું મારી પુત્રી નથી, DNA માટે કબ્ર ખોદી તો મૃત્તદેહ જ ન મળ્યો
ચીતા પરથી DNA ટેસ્ટ માટે અસ્થિ લઈ ટેસ્ટ માટે મોકલાયા - પરિવારે પોલીસને જાણ કરી હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને પરિવાર બંને ચોંકી ઉઠ્યા હતા. જે મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો તે કોનો છે તે અંગે ચીતાપરથી DNA ટેસ્ટ માટે અસ્થિ લઈ ટેસ્ટ માટે મોકલી આપી છે. મારા પુત્ર જેવો જ એનો ચહેરો મળતો હોય હું તેને મારા પુત્ર સમજી બેઠો હતો. પુત્રને દારૂ પીવાની પણ ખૂબ આદત હતી.