ETV Bharat / city

પૌરાણિક વારસો જાળવી રાખવા કરાય છે વડોદરાના રાજા રજવાડા સમયના ચલણ અને પુસ્તકોનો સંગ્રહ

author img

By

Published : Aug 21, 2021, 11:38 AM IST

વડોદરા શહેરના નિવાસી હર્ષદ કડિઆ ગોરવા વિસ્તારમાં સ્થિત છે. તેઓ વ્યવસાયે ઇલેક્ટ્રીકલ એન્જિનિયર છે, પરંતુ તેઓ છેલ્લા 6 વર્ષથી સિક્કાઓનો સંગ્રહ કરી રહ્યા છે. તેની સાથે મેન્યુસ્ક્રિપ્ટ એટલે કે હસ્તપ્રતો ભેગી કરવાનો પણ શોખ ધરાવે છે.

રજવાડા સમયના ચલણ અને પુસ્તકોનો સંગ્રહ
રજવાડા સમયના ચલણ અને પુસ્તકોનો સંગ્રહ
  • હર્ષદ કડિઆ દ્વારા ભારતીય રજવાડાઓના સિક્કા અને સૈકાની જૂની હસ્તપ્રતોનું કલેક્શન
  • ઘોડાવજ નામની ઔષધિનો ઉપયોગ વર્ષો જૂના કપડાં સાચવવામાં પણ કરી શકાય છે
  • ગાયકવાડી શાસન સમયના છ દસ્તાવેજો સચવાયેલાં છે

વડોદરા: હર્ષદભાઈ સ્ક્રેપ અને જૂના પુસ્તકોના વેપારીઓ પાસેથી ચોપડીઓ ખરીદતા હતા, ત્યારે તેમને વિવિધ હસ્તપ્રતો પણ મળવા લાગી હતી. ત્યારથી તેમને વિચાર્યું કે આપણો પૈરાણિક વારસો નષ્ટ થવા દેવાય નહિ. તેને સાચવવાની જવાબદારી આપણી છે અને આવનારી ભાવિ પેઢીને પણ આ વિશે જ્ઞાન મળી શકે તે માટે આનો સંગ્રહ કરવામાં આવ્યો તથા રિસર્ચ કરનાર વ્યક્તિને પણ મદદરૂપ થઈ શકે તે હેતુથી આ સંગ્રહ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- વલસાડના હાલ પાલનપુર રહેતા યુવકની અનોખી પહેલ, લુપ્ત થતા સિક્કાઓ એકત્ર કરવાનો અનોખો શોખ

16મી સદીના સમયના ચલણી સિક્કાઓ પણ કલેક્શનમાં છે

જેમકે, કચ્છ, ખંભાત, છોટાઉદેપુર, જૂનાગઢ, જામનગર, પોરબંદર, વડોદરા, રાધનપુર, સંતરામપુર, લુણાવાડા, ભરૂચ, ભાવનગર, રાજકોટ, ઇડર, ગોંડલ, વિવિધ - ધારોલ, પાલનપુર, બારીયા, મોરબી અને લીંબડી સહિતના રાજ્યોના રજવાડાઓના સમયના ચલણી સિક્કાઓનું કલેકશન કરેલ છે. તથા 16મી સદીના સમયના ચલણી સિક્કાઓ પણ કલેક્શનમાં છે.

રજવાડા સમયના ચલણ અને પુસ્તકોનો સંગ્રહ

ચલણી સિક્કાઓમાં વિવિધ ડિઝાઇન અને ધાતુઓનું મિશ્રણ જોવા મળે છે

હર્ષદભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, રજવાડાઓના સમયમાં વપરાતા ચલણી સિક્કાઓમાં વિવિધ ડિઝાઇન અને ધાતુઓનું મિશ્રણ જોવા મળતું હતું. તદુપરાંત અત્યાર સુધીમાં કુલ 6000 જેટલા સિક્કાઓનું કલેક્શન કર્યુ છે. જેમાંથી 2500 જેટલા વિદેશી સિક્કાઓ, 115 વડોદરા શહેરના સિક્કાઓ તથા બ્રિટિશ સમયના સિક્કાઓ પણ છે.

દસ્તાવેજો લાંબો સમય સુધી જળવાઈ રહે તે માટે કેન્વાસ અને કપડાં પર બનાવાતા

ગાયકવાડી શાસન સમયના છ દસ્તાવેજો સચવાયેલાં છે. તે તમામ દસ્તાવેજો પ્રોપર્ટી એગ્રિમેન્ટસના છે, જેમાં તે સમયે ચાલતી 3 પેમેન્ટ મેથડનો પણ ઉલ્લેખ થયો છે. તે સમયે મોગલોની સિકડી, બ્રિટિશ સરકારની કલદાર અને ગાયક્વાડી સરકારની બાબશાહી કરન્સી ચલણમાં હતી. જે પૈકી કલદાર કરન્સીની વિશ્વસનિયતા સૌથી વધુ હતી. ઉપરાંત તે સમયે કાગળનો એટલો વ્યાપ ન હોવાથી દસ્તાવેજો લાંબો સમય સુધી જળવાઈ રહે તે માટે કેન્વાસ અને કપડાં પર બનાવાતા હતા.

ગુજરાતી ભાષામાં લખાયેલી 220 વર્ષ જુની હસ્તપ્રત પણ સંગ્રહિત

પહેલાના સમયમાં પંડિતો અને ચિત્સિકો વિવિધ ગ્રંથો અને બોધકથાઓ લખતા હતા. જે પૈકી 220 વર્ષ જુની હસ્તપ્રત 'વિવેક વણઝારાની કથા' પણ જોવા મળે છે, જે ગુજરાતી ભાષામાં લખાયેલી છે. જેમાં વ્યક્તિમાં રહેલા ગુણ અને અવગુણોને વિવેક વણઝારાના પાત્ર દ્વારા ઉજાગર કરાયા છે. વ્યક્તિમાં ગમે તેટલાં ગુણ અને ચપળતાં હોય પરંતુ તેમાં જો વિવેકનો અભાવ હોય તો તે વ્યક્તિ જીવનમાં ક્યારેય આગળ વધી શક્તી નથી, તેવો બોધ આ હસ્તપ્રતમાં આપવામાં આવ્યો છે.

પ્રાચીન સમયમાં કોઈપણ દસ્તાવેજ કે ગ્રંથ લાલ રંગના કપડામાં સચવાતો હતો

પહેલાના સમયમાં પુરાક કે દસ્તાવેજ લાલ કપડાંમાં જ લપેટીને રાખવામાં આવતું હતું કારણ કે, કાગળમાં લાગતી જીવાત કે ઉધઈ લાલ રંગ જોઈ શકતી નથી. જૂનાં પત્રકો અને દસ્તાવેજો લાંબા સમય સુધી સચવાય તે હેતુસર લોકો હિસાબના ચોપડાં કે અન્ય પુસ્તકોના કવર પણ લાલ રંગના જ રાખતા હતા અને ઘણાં લોકો તેને ધાર્મિક આસ્થા સાથે પણ જોડે છે.

આ પણ વાંચો- ભોપાલના ડોક્ટરે આ રીતે જાળવ્યો પોતાનો શોખ, આટલું કલેક્શન કર્યું એકઠું

ઘોડાવજ નામની ઔષધિ દ્વારા સૈકાઓ જુના પુસ્તકો અને ગ્રંથો સચવાય છે

સૈકાઓ જૂના હસ્ત લિખિત ગ્રંથોને સાચવવા તેમાં ઘોડાવજ નામની ઔષધિ મુકવામાં આવે છે. જેના દ્વારા પુસ્તકોને જીવાતો સામે રક્ષણ મળે છે. આ એક એવી ઔષધિ છે, જે કોઈ પણ વૈધ કે હકીમની દુકાનમાં સરળતાથી મળી રહે છે, તે સિવાય તેનો ઉપયોગ વર્ષો જૂના કપડાં સાચવવામાં પણ કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.