ETV Bharat / city

વડોદરા શહેરમાં દહેજના 97 કેસ દાખલ અને 1754 અરજીઓ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવી - Women's Day Special Report

વડોદરા શહેરમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે દહેજની 1754 અરજીઓ આવેલી છે. જેમાં 97 ગુના દાખલ કરવામાં આવ્યા છે. મહિલા પોલીસ સ્ટેશન અરજી આવે છે, ત્યારે 80 ટકા કેસમાં પોલીસ દ્વારા સમાધાન કરાવી દેવામાં આવે છે. જે પરિવાર આવે તેમને સમજાવવામાં આવીને કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

પોલીસની ડ્યુટી સાથે પોલીસ દ્વારા સેવા
પોલીસની ડ્યુટી સાથે પોલીસ દ્વારા સેવા
author img

By

Published : Mar 7, 2021, 11:08 PM IST

Updated : Mar 8, 2021, 8:56 AM IST

  • વડોદરા શહેરમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે દહેજની 17,54 અરજીઓ આવી
  • 97 ગુના દાખલ કરવામાં આવ્યા
  • 80 ટકા કેસમાં પોલીસ દ્વારા સમાધાન કરાયું

વડોદરાઃ આજે વિશ્વમાં કોઇ એવું ક્ષેત્ર નથી, જ્યાં મહિલાઓ કાર્યરત ન હોય. આજે દરેક ક્ષેત્રે મહિલાઓ પુરૂષોની બરાબર કરી રહી છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ પણ કહ્યું હતું કે, તમે કોઈ દેશની મહિલાઓની સ્થિતિને જોઈને તે રાષ્ટ્રની પરિસ્થિતિનું અનુમાન લગાવી શકો છો. કોઈપણ દેશ કે રાષ્ટ્ર ખરા અર્થમાં વિકસિત ત્યારે જ થઈ શકે, જ્યારે તે દેશની મહિલાઓ વિકસિત હોય 8 માર્ચ દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણને વિશ્વ વિવિધ રાષ્ટ્રની ઉન્નતિ અને વિકાસને મહિલાઓના વિકાસ પરિસ્થિતિ અને જ્યારે પોતાના માપદંડ દ્વારા સમજાવી એક તક આપે છે.

પોલીસની ડ્યુટી સાથે પોલીસ દ્વારા સેવા
પોલીસની ડ્યુટી સાથે પોલીસ દ્વારા સેવા
પોલીસની ડ્યુટી સાથે પોલીસ દ્વારા સેવા
પોલીસની ડ્યુટી સાથે પોલીસ દ્વારા સેવા

એકવીસમી સદીમાં દહેજનું દૂષણ સમાજને બરબાદ કરી રહ્યું છે

8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલા જે એક પુત્રી, દીકરી એક વહુ, ભાભી નણંદ, એક માતા અને સાસુ મહિલાના અનેક અનેક સ્વરૂપો છે. જ્યારે આજના યુગમાં પણ દહેજનું દૂષણ સમાજને બરબાદ કરી રહ્યું છે. તેમાં અનેક દીકરીઓએ મોતને વ્હાલુ કર્યું છે. વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા મહિલા પોલીસ સ્ટેશન ખાતે 17,254 અરજીઓ દહેજના દૂષણની આવેલી છે. જેમાં 97 ગુના મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયા છે. 80 ટકા કેસમાં મહિલા પોલીસ સ્ટેશનના PI દ્વારા પરિવારોને સમજાવટથી સમાધાન કરી દેવામાં આવે છે. સમાધાનનો મતલબ એ નથી કે, એ દીકરી તેની સાસરીમાં જ રહે. સમાધાનના મતલબ અનેક હોય છે કે તેમને પ્રેમથી પણ એકબીજાથી સંબંધ તોડીને અલગ રહે છે. મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સપેક્ટર તરીકે જશોદાબેન સોલંકી ફરજ રહ્યા છે, જ્યારે દહેજના નવી કોઈ અરજીઓ પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે PI પહેલા બન્ને પરિવારોને સમજાવે છે. છ સાત વખત પરિવાર સાથે મિટિંગ કરે છે અને અલગથી દીકરીને પણ કાઉન્સેલિંગ કરે છે. ત્યાર બાદ બન્ને પરિવાર સમાધાન તરફ જાય છે અને અમુક કેસમાં પરિવાર દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવે છે.

પોલીસની ડ્યુટી સાથે પોલીસ દ્વારા સેવા
પોલીસની ડ્યુટી સાથે પોલીસ દ્વારા સેવા

આ પણ વાંચોઃ Women's day : ETV Bharatની મહિલા કર્મચારીઓના દિલની વાત

દહેજમાં દિકરીઓને શિક્ષણ આપો

વડોદરા પોલીસ સ્ટેશનના મહીલા PI તરીકે જશોદાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, દહેજ એક સામાજિક દૂષણ છે. આપણી નજરમાં દહેજની શું કિંમત છે? ભગવાને બનાવેલી જોડી પતિ-પત્નીની સ્વરૂપમાં જોવામાં આવે છે. જે પ્રભુએ સર્જેલી કરેલી જોડે છે. દહેજના દૂષણના કારણે ભગવાને બનાવેલી જોડી વેરવિખેર થઈ જાય છે. જેથી મહિલા તરીકે અને પોલીસ અધિકારી તરીકે દહેજ માટે દીકરીને આત્મહત્યા કરવા મજબૂર ન કરીએ. જો તમારે દહેજમાં કઈ જોઇતું હોય તો દીકરીનું દુઃખ લો આપણા દેશમાં સંવિધાનમાં અને ભગવાનની અદાલતમાં દહેજ માટે આત્મહત્યા કરવી પડે એ મોટું પાપ છે. જેથી મારી તમામ સમાજને વિનંતી છે કે, સમાજને દહેજમાં દિકરીઓને શિક્ષણ આપે

આ પણ વાંચોઃ વિશ્વ મહિલા દિવસઃ વૈશાલી પટેલ પેરા બેડમિન્ટનમાં લાવી મેડલ

પોલીસની ડ્યુટી સાથે પોલીસ ટિફિન સેવા

આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, ત્યારે આપણે એક મહિલાની વાત કરવામાં આવે તો વડોદરા મહિલા પોલીસ સ્ટેશન ખાતે જશોદાબેન સોલંકી PI તરીકે ફરજ નિભાવે છે. એક વર્ષમાં તેમની પાસે દહેજના 17,254 અરજીઓ આવી છે. જેમાંથી 80 ટકા કેસમાં પરિવારોને અને દીકરીઓને કાઉન્સેલિંગ કરીને સમાધાન પણ કરાવ્યા છે. જ્યારે કોરોના કાળ દરમિયાન સિનિયર સિટીઝન સેલનું નિર્માણ કરીને વૃદ્ધોની વ્હારે આવ્યા હતા. કોરોના કાળમાં સિનિયર સિટીઝનોને ત્યાં જમવાનું, અનાજની કીટનું વિતરણ, ડૉક્ટરની દવા સહિત સિનિયર સિટીઝનોને સેવાઓ પૂરી પાડી છે. કોરોના કાળ દરમિયાન પોલીસની ડ્યુટી સાથે પોલીસ ટિફિન સેવાઓ પણ મહિલા પોલીસની ટીમે બનાવી છે અને પોલીસ જવાનોને ટિફિન પણ મોકલ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતી મહિલાનું સાહસ, પોતાની મહેનતથી 4 વર્ષમાં વિશ્વવ્યાપી ઉદ્યોગ શરૂ કર્યો

Last Updated : Mar 8, 2021, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.