- વડોદરામાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો થયો
- SSG હોસ્પિટલમાં નવો વોર્ડ બનાવવાની સાથે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી
- મ્યુકરમાઈકોસિસના કારણે 5 દર્દીઓના મોત થયા
વડોદરાઃ કોરોનામાંથી સાજા થયા બાદ જે વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અને હાઈ ડાયાબીટીસ હોય તેમને મ્યુકરમાઈકોસિસ રોગ થવાની શકયતા વધુ હોય છે. ત્યારે શહેરમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદ બાદ વડોદરામાં મ્યુકરમાઇકોસિસનો પગપેસારો, મ્યુકરમાઇકોસિસ રોગથી એક વૃદ્ધનું મોત
સયાજી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસ માટે વોર્ડ નં.19માં અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે
રાજય સરકારની સૂચના મુજબ વડોદરાની સયાજી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસ માટે વોર્ડ નં.19માં અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. નવો વોર્ડના 5 દિવસમાં જ અહીં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. દર્દીઓ વધતા એક નવો વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે. ઈએનટી તેમજ ઓથેમેલોજીસ્ટ સહિતના વિશેષજ્ઞો દર્દીની સારવાર કરી રહ્યા છે.

મ્યુકરમાઈકોસિસના 7 દર્દીઓના બાયોપ્સીને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે
શનિવારે મ્યુકરમાઈકોસિસના 7 દર્દીઓના બાયોપ્સીને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. છેલ્લા 24 ક્લાક દરમિયાન કુલ 7 નવા કેસ દાખલ થયા છે. કુલ દર્દીઓની સંખ્યા 103 થઈ છે. કોવિડ દર્દીને સ્ટીરોઈડ-ટોસિલીઝુમેબ ઈન્જેક્શન આપવાથી દર્દી કોરોનામાંથી સાજો થઈને ઘરે પહોંચે, ત્યારે તેને મ્યુકરમાયકોસિસ રોગના લક્ષણો દેખાતા હોય છે, તેમ ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું.

મ્યુકરમાઇકોસિસ માટે ખાસ વોર્ડ બનાવવાની સૂચના આપવામાં આવી છે
વડોદરા શહેરમાં કોવિડ કામગીરીમાં માનદ સેવા આપતા સરકાર માન્ય ડોકટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મ્યુકરમાઇકોસિસ માટે ખાસ વોર્ડ બનાવવાની સૂચના આપવામાં આવી છે. તેની સાથે-સાથે ટાસ્કફોર્સની પણ રચના કરવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મ્યુકરમાઇકોસિસનો રોગ જ્યારે કોરોના મહામારી નહોતી, ત્યારે ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળતો હતો. પરંતુ સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓમાં જોવા મળે છે.

દવા અને ઇન્જેક્શનની આડ અસર પણ થતી હોવાના કારણે આ રોગ થતો હોવાની શક્યતા રહેલી છે
મ્યુકરમાઇકોસિસની સારવારમાં દર્દીને સ્ટીરોઈડ તેમજ ટોસિલીઝુમેબ ઇજેકશન આપવા પડતા હોય છે. તેને કારણે દર્દી કોરોનામાંથી સાજો થઈને ઘરે પહોંચે છે. ત્યારબાદ તેને મ્યુકરમાઇકોસિસ રોગના લક્ષણો દેખાતા હોય છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની સારવાર લીધા બાદ જે દર્દીને ડાયાબિટીસ હોય અને સ્ટીરોઈડ અને ટોસિલીઝુમેબ ઈન્જેક્શન આપવામાં આવ્યા હોય, તેવા દર્દીઓને નોર્મલ થતા વાર લાગે છે. દવા અને ઇન્જેક્શનની આડ અસર પણ થતી હોવાના કારણે આ રોગ થતો હોવાની શક્યતા રહેલી છે.
આ પણ વાંચોઃ કોરોના થયા બાદ કોને થઈ શકે મ્યુકરમાઇકોસિસ ? જાણો તબીબોનું મંતવ્ય
ઓક્સિજન ફ્લોમીટર સાથે હ્યુનિટીફાયર બોટલમાં સાદુ પાણી ભરવામાં આવે છે
મ્યુકરમાઇકોસિસના રોગ અંગે સૂચનો કરતા ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું છે કે, ઓક્સિજન ફ્લોમીટર સાથે હ્યુનિટીફાયર બોટલમાં સાદુ પાણી ભરવામાં આવે છે. તેના બદલે સ્ટેરાઈલ વોટર ભરવું અથવા ડ્રાય ઓક્સિજન આપવો જોઈએ તેમજ દવાખાનાઓમાં નેગેટીવ પ્રેશરવાળા એરકન્ડિશનના આઉટડોર યુનિટ જમીનથી ઊંચાઈ પર રાખવા જોઈએ.