ETV Bharat / city

ચોમાસાની આફતોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRF ની બટાલિયન 6 તૈયાર - બટાલિયન 6

રાજ્યના રાહત કમિશનર સાથેના પરામર્શ હેઠળ જરોદ મથકેથી વધુ 5 ટીમો (5 Teams Of NDRF Leave Vadodara) ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે મોકલવામાં આવી છે. આ ટીમો બચાવ અને રાહતના જરૂરી આધુનિક અને પરંપરાગત સાધનો,સામગ્રી અને ઉપકરણો થી સજ્જ છે.

ચોમાસાની આફતોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRF ની બટાલિયન 6 તૈયાર

author img

By

Published : Jul 3, 2022, 12:59 PM IST

વડોદરા: જરોદમાં (5 Teams Of NDRF Leave Vadodara) રાષ્ટ્રીય આપદા રાહત દળની બટાલિયન 6ની સ્થાપના પછી મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્ય, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના જિલ્લાઓની પુર સહિતની કુદરતી આફતો અને માનવ સર્જિત દુર્ઘટનાઓ પ્રસંગે રાહત અને બચાવની સુસજ્જતા વધી છે અને સ્થાનિક તંત્રને નવું પીઠબળ મળ્યું છે.

આ પણ વાંચો: Rain in Anand: બોરસદનું સિસવા ગામ થયું બેહાલ ચોતરફ પાણી પાણી, પરિસ્થતિ બની કફોડી

બટાલિયન 6 : રાજ્ય સરકારના આપદા પ્રબંધન વિભાગ સાથેના સંકલનમાં NDRF દ્વારા ચોમાસાની શરૂઆત પહેલાં જ માંગણી થાય અને ટીમ પહોંચે એ વચ્ચેનો સમય શક્ય તેટલો ઘટાડવા,આફતની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં બચાવ અને રાહતના જરૂરી સાધન, સામાન અને ઉપકરણો થી સુસજ્જ ટીમો વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી જગ્યાઓએ તૈનાત કરવામાં આવે છે.જેના પગલે બચાવ કાર્ય ઝડપી બને છે અને સમયસર રાહત પહોંચાડી શકાય છે.આ વર્ષે પણ ચોમાસું આફતો સામેની પૂર્વ તૈયારી અને સુસજ્જતા ના ભાગરૂપે આ કવાયત કરવામાં આવી છે અને આણંદ જિલ્લા સહિત વિવિધ સ્થળોએ આ અગમચેતી રાહત આપનારી બની છે.

NDRFની 5 ટીમો વડોદરાથી થઈ રવાના
NDRFની 5 ટીમો વડોદરાથી થઈ રવાના

5 ટીમો ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે મોકલવામાં આવી : બટાલિયન 6 ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાજ્યના રાહત કમિશનર સાથેના પરામર્શ હેઠળ જરોદ મથકેથી વધુ 5 ટીમો ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે મોકલવામાં આવી છે. આ ટીમો બચાવ અને રાહતના જરૂરી આધુનિક અને પરંપરાગત સાધનો,સામગ્રી અને ઉપકરણો થી સજ્જ છે.

પ્રી મોન્સુન ડિપ્લોયમેન્ટ : પ્રી મોન્સુન ડિપ્લોયમેન્ટના ભાગરૂપે રાજકોટ માટે 3, સુરત અને બનાસકાંઠા માટે 1/1 મળીને કુલ 5 ટીમો રવાના થઈ છે. જે ચોમાસા દરમિયાન આ જિલ્લાઓમાં રહીને સ્થાનિક વહીવટી તંત્રના સંકલનમાં બચાવ અને રાહતની કામગીરી કરશે. આ વ્યવસ્થાથી તાકીદની જરૂરના પ્રસંગે રિસ્પોન્સ ટાઇમ ખૂબ ઘટી જાય છે.

NDRFની 5 ટીમો વડોદરાથી થઈ રવાના
NDRFની 5 ટીમો વડોદરાથી થઈ રવાના

આ પણ વાંચો: Surat Boat incident: સુુરતમાં આમલીડેમમાં નાવ પલટવાથી સાતના મોત

બટાલિયન 6ની કુલ 10 ટુકડીઓ : આ પ્રક્રિયા ચોમાસાના એંધાણ વર્તાવાની સાથે જ રાજ્ય સરકારના તંત્ર સાથે પરામર્શમાં શરૂ કરી દેવામાં આવી હતી. જેના ભાગરૂપે અગાઉ 5 ટુકડીઓ રાજ્યના ત્રણ જિલ્લાઓમાં અને રાજસ્થાનના 2 જિલ્લાઓમાં મૂકી દેવામાં આવી હતી. આ ટુકડીઓ રાજ્યના ગીર સોમનાથ, નવસારી અને આણંદ તથા રાજસ્થાનના કોટા અને ઉદયપુર જિલ્લાઓમાં હાલમાં ઉપસ્થિત છે. બટાલિયન 6ની કુલ 10 ટુકડીઓ હાલમા ગુજરાત અને રાજસ્થાનમાં ચોમાસું આફતોનો પૂર્વ ઇતિહાસ ધરાવતા જિલ્લાઓમાં હાજર છે. તાજેતરમાં આણંદ જિલ્લામાં પૂરની જે પરિસ્થિતિ સર્જાય તેમાં રાહત પહોંચાડવામાં આ પૂર્વ ઉપસ્થિત ટીમની મદદ મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.