- વડોદરામાં આજે ભગવાન જગન્નાથજીની 40મી રથયાત્રા (40th Rathyatra of Lord Jagannathji) યોજાઈ
- વડોદરામાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra of Lord Jagannathji))નું આયોજન કરાયું
- મેયર કેયૂર રોકડીયા (Mayor Keyur Rokadiya)એ સોનેરી સાવરણીથી પહિંદ વિધિ (Pahind Vidhi) કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
- શહેર પોલીસના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે ભગવાન નગરચર્યાએ નીકળ્યા
વડોદરાઃ શહેરમાં આજે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની 40મી રથયાત્રા (40th Rathyatra of Lord Jagannathji) યોજાઈ હતી. શહેરના મેયર કેયૂર રોકડિયા (Mayor Keyur Rokadiya) વહેલી સવારે સોનેરી સાવરણીથી પહિંદ વિધિ (Pahind Vidhi) કરાવી રથયાત્રાનું પરંપરાગત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું. તો બીજી તરફ શરતોને આધીન આ રથયાત્રા યોજાઈ હતી. અમદાવાદની જેમ વડોદરામાં પણ નિયમોને ધ્યાનમાં રાખી રથયાત્રાને પરવાનગી આપવામાં આવી હતી. તો બીજી તરફ વડોદરાની રથયાત્રામાં ભક્તોની સંખ્યા પણ મર્યાદિત રાખવામાં આવી હતી.
આ પણ વાંચો- Exclusive: કરફ્યૂ વચ્ચે રથયાત્રા પૂર્ણ, અમદાવાદ પોલીસ કમિશ્નરે જનતાનો આભાર માન્યો
સવારે 9 વાગ્યે રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું.
વડોદરામાં પણ આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન 'જય જગન્નાથ'ના નાદ ગૂંજી ઉઠ્યા હતા. શહેરમાં સવારે 9 વાગ્યે સ્ટેશન વિસ્તારથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં મેયર કેયૂર રોકડિયાએ (Mayor Keyur Rokadiya) પહિંદ વિધી કરી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમની સાથે રથયાત્રા દરમિયાન ભાજપના પ્રમુખ ડો. વિજય શાહ સહિતના ગણતરીના હોદ્દેદારો જોડાયા હતા. આ સાથે 60 જેટલા ભક્તોને યાત્રા માં જોડાવવાના આદેશ છતાં ભક્તોની સંખ્યા વધી હતી.
આ પણ વાંચો- રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં પ્રદીપસિંહ અને દિલીપદાસજીએ પ્રજાનો આભાર માન્યો
ભક્તોએ ઘરે બેઠા રથયાત્રાના દર્શન કર્યા
બીજી તરફ શહેરમાં રથયાત્રાના રૂટ પર આવતા 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો હતો. જોકે, દર વર્ષે ભક્તોથી ખચોખચ ભરાઈ જતા રસ્તાઓ પર આ વખતે ભક્તો વગર રથયાત્રા યોજાઈ હતી. જોકે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ શહેરની રથયાત્રા ભક્તો વગર નીકળી હતી, પરંતુ ભક્તોએ પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ઘરેથી જ રથયાત્રાના દર્શન કર્યા હતા.