વડોદરા: વધતાં કોરોના કેસમાં હવે બાળકો પણ સપડાય રહ્યા છે. હાલ બાળકોનું વેક્સિનેશન થયુ ન હોવાથી માતા-પિતા માટે ચિંતાનો વિષય છે. ત્યારે વડોદરાની ગોત્રી હોસ્પિટલ (Vadodara gotri hospital)માં આજે 3 વર્ષની બાળકીનું કોરોનાને કારણે મૃત્યુ થયુ હતુ.
પરિવાર આઘાતમાં
વડોદરા ગોત્રી હોસ્પિટલમાં 3 વર્ષની માસૂમ બાળકીનુ મૃત્યુ (Vadodara girl die in corona) થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. બાળકીને એનિમિયા, માલ ન્યુટ્રીશન, ઝાડા અને તાવની બિમારીને કારણે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનાં ટેસ્ટ કરવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ (Vadodara corona positive) આવ્યો હતો. આથી તેને કોવિડ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો: ઓમિક્રોન સાથે લાંબા સમય સુધી કોવિડ ઓછું રહેવાનું કોઈ કારણ નથી: નિષ્ણાતો
હોસ્પિટલ વિરૂદ્ધ આક્રોશ
આજે અચાનક જ બાળકીનું મૃત્યુ થતાં પરિવારજનોને જાણ કરાતા તેઓ ભારે આઘાતમાં સરી પડ્યા હતા અને ગોત્રી હોસ્પિટલમાં મીડિયા સામે જ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મૂળ કાઠીયાવાડના અને હાલ સુભાનપુરા વિસ્તારમાં રહેતા પરિવારજનોએ મીડિયા સમક્ષ હોસ્પિટલ વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે હોસ્પિટલનાં ડોક્ટરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, પરિવારમાં કોરોનાની સમજણનો અભાવ હોવાથી અમે તેમને માહિતગાર કર્યા છે અને હાલ કોરોના ગાઇડલાઇન (Corona guideline) મુજબ બાળકીનાં અંતિમસંસ્કાર કરાશે.
આ પણ વાંચો: સંશોધનમાં નવો ખુલોસો: COVID-19 દરમિયાન ખાવાની કૂટેવમાં આ રીતે થયો વધારો