દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ફિટ ઇન્ડિયાના સૂત્રને યતાર્થ ONGC ઓલ ઇન્ડિયા ઇન્ટર સેક્ટર ત્રિદિવસીય એથ્લેટીક્સ મીટ 2019-20નો શુભારંભ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરનાં માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે ONGCની ઓલ ઇન્ડિયા ઇન્ટર સેક્ટર ત્રિદિવસીય એથ્લેટીક્સ મીટ 2019-20નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ONGCના ફ્લેગનું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના સ્વાગત બાદ દરેક ઝોનનાં ખેલાડીઓએ પોતાના ઝોનના ફ્લેગ સાથે પરેડ યોજી હતી. ઉપસ્થિત મહેમાનોએ ભારતભરમાંથી આવેલા ખેલાડીઓને આવકાર્યા હતા. આવકાર પ્રવચન બાદ એથ્લેટિક મીટનું ઓપનિંગ કરાયું હતું. મહેમાનોએ તમામ ઝોનના પ્રતિનિધિને સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી. ભારતભરના અલગ અલગ ઝોનમાંથી 300 ખેલાડિઓ એથ્લેટિકસ મીટમાં ભાગ લેવા માટે આવ્યા હતા.
એથલેટિક્સ સ્પર્ધામાં વિવિધ અંતરની દોડ, હાઈ જમ્પ, લોન્ગ જમ્પ, ભાલા ફેંક, ગોળા ફેંક , જલદ ચાલ સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ પ્રતિયોગીતામાં 4 વય જૂથની કેટેગરીમાં મેન તેમજ વિમેન્સની સ્પર્ધાઓ યોજાશે. જેમાં ONGC ઇન્ટર સેક્ટર એથ્લેટિક મીટ 2019-20 ઇવેન્ટમાં વ્યકિગત વિજેતાઓને મેડલ આપવામાં આવ્યા હતા. અંતિમ દિવસે દરેક સ્પર્ધાના વિજેતા ટીમને મેડલ્સ તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે.