ETV Bharat / city

વડોદરાના મેયર કેયુર રોકડિયા સહિત ઈન્કમટેક્સના 25 કર્મચારીઓ કોરોના પોઝિટિવ - ઈન્કમટેક્સના કર્મચારીઓ

રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જાય છે ત્યારે હવે કોરોનાની ઝપેટમાં આવ્યા છે વડોદરાના મેયર. વડોદરાના મેયર કેયુર રોકડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે જ વડોદરામાં ઈન્કમટેક્સ વિભાગના 25 કર્મચારીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વડોદરાના મેયર કેયુર રોકડિયા સહિત ઈન્કમટેક્સના 25 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

author img

By

Published : Mar 25, 2021, 4:11 PM IST

  • વડોદરાના મેયર કેયુર રોકડિયાને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા
  • મેયરને 3-4 દિવસથી લક્ષણો દેખાતા તેમણે કોરોના રિપોર્ટ કરાવ્યો
  • વડોદરામાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે

આ પણ વાંચોઃ સુરતમાં 34 રીક્ષા ચાલકો કોરોના પોઝિટિવ

વડોદરાઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ખરાબ થતી જાય છે ત્યારે હવે અનેક લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. વડોદરાના મેયર કેયુર રોકડિયા પણ કોરોના પોઝિટિવ થયા હોવાથી તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં બુધવારે કોરોનાના નવા 145 કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીના રેકોર્ડબ્રેક કેસ છે. કોરોનાથી મોતનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. વડોદરા જિલ્લામાં પણ ધીમે ધીમે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. વડોદરાના મેયરે 3-4 દિવસથી લક્ષણો દેખાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાઈ ગયો છે.
આ પણ વાંચોઃઋષિકેશમાં 6 ગુજરાતી પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રેસકોર્સમાં આવેલા ઈન્કમટેક્ષ વિભાગમાં કોરોના વિસ્ફોટ, એક સાથે 25 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

છેલ્લા કેટલાક દિવસથી રાજકારણીઓ હોય કોર્પોરેશનના અધિકારીઓ હોય કે સાંસદ હોય બધા કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. વડોદરામાં રેસકોર્સ ખાતે આવેલા ઈન્કમટેક્સ વિભાગમાં કોરોના વિસ્ફોટ થયો હતો. કારણ કે, અહીં એક સાથે 25 ઈન્કમટેક્સના કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.