વડોદરાઃ પાદરા કરજણ હાઇવે પર આવેલ સરસવણી ગામ પાસે ચાલી રહેલા કન્ટ્રક્શન સાઇટનું કામ ચાલતું હતું. લોકડાઉન દરમિયાન ફસાયેલા શ્રમજીવીઓને વહીવટીતંત્ર અને સ્થાનિક આગેવાનીની મદદ થી વતન રવાના કરવામાં આવ્યા હતા.
પાદરા કરજણ હાઇવે પર આવેલા સરસવણી ગામ પાસે આવેલ કન્ટ્રક્શન સાઇટ પર કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં ફસાયેલા ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમજીવીઓને વતન મોકલવામાં આવ્યા હતા. સ્થાનિક સરસવણીના આગેવાનો તેમજ વહીવટીતંત્ર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા, તમામ શ્રમજીવીઓનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
પાદરાના સરસવણી ગામેથી સ્થાનિક આગેવાનો અને તલાટીની હાજરીમાં પાદરાથી 120 જેટલા શ્રમજીવીઓને તબક્કાવાર સોશિયલ ડિસ્ટનીસગ તેમજ માસ્ક સાથે પાદરાના સરસવણી ગામેથી S T. બસમાં રવાના કરવામાં આવ્યા હતા. જ્યાંથી ટ્રેન દ્વારા વતન રવાના કરવામાં આવશે. લોકડાઉન દરમિયાન ફસાયેલા શ્રમજીવીઓએ વતન જવા માટેની પરવાનગી મળતા હર્ષ વ્યકત કરીને સ્થાનિક આગેવાનો અને તંત્રનો આભાર માન્યો હતો.