ETV Bharat / city

World's Smallest Satellite : સુરતના 3 વિદ્યાર્થીઓએ બનાવ્યો વિશ્વનો સૌથી નાનો સેટેલાઈટ, યુક્રેન કરશે લોન્ચ - Ukraine

જે ઉંમરમાં વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં એડમિશન લેવાનું છે તે વિચારતા હોય છે તે ઉંમરમાં સુરતના ત્રણ યુવાનોએ વિશ્વના સૌથી ઓછા વજનના સેટેલાઈટનું ( World's Smallest Satellite ) નિર્માણ કર્યું છે. સુરતના ત્રણ અંડર ગ્રેજ્યુએટ એન્જીનિયરિંગ વિદ્યાર્થીઓએ માત્ર 29 ગ્રામ વજનના સેટેલાઈટનું નિર્માણ કરી વર્લ્ડ રેકોર્ડ ( World Records of India ) બનાવ્યો છે. સુરતમાં નિર્મિત આ લાઈટ વેઇટ સેટેલાઈટ યુક્રેનની ( Ukraine ) સેટેલાઈટ એજન્સી દ્વારા વર્ષ 2024માં લોન્ચ કરવામાં આવશે.

World's Smallest Satellite : સુરતના 3 વિદ્યાર્થીઓએ બનાવ્યો વિશ્વનો સૌથી નાનો સેટેલાઈટ, યુક્રેન કરશે લોન્ચ

author img

By

Published : Nov 10, 2021, 8:24 PM IST

  • વિદ્યાર્થીઓએ માત્ર 29 ગ્રામ વજનના સેટેલાઈટનું નિર્માણ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
  • સેટેલાઇટ વર્લ્ડ રેકોર્ડસ ઓફ ઇન્ડિયા અને યુનિવર્સલ રેકોર્ડ ઓફ ફોરમમાં શામેલ
  • હોકસેટ 21નું વજન – 29 ગ્રામ અને સાઈઝ 3.2 સેમી ક્યુબ છે

સુરત : સુરત સિટીના યુવાનો મોટાભાગે હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પરંતુ હવે સુરતના યુવાનો આકાશને આંબવાની તૈયારીઓ કરી રહ્યા છે. સુરતના ત્રણ અંડરગ્રેજ્યુએટ એન્જીનિયરિંગ વિદ્યાર્થીઓએ કમાલ કરી દીધી છે. મેકેનિકલ એન્જીનિયરિંગ કરનાર 25 વર્ષીય નિવેદ હરીશ કમ્પ્યુટર એન્જીનિયરિંગ કરનાર 20 વર્ષીય અખિલેશ યાદવ અને મેકેનિકલ એન્જીનિયરિંગ કરનાર 22 વર્ષીય હસન પાત્રાવાલાએ હોકસેટ નામનું સૌથી ઓછું વજન ધરાવતો વિશ્વનો પ્રથમ સેટેલાઈટ ( World's Smallest Satellite ) બનાવ્યો છે. જે વર્લ્ડ રેકોર્ડસ ઓફ ઇન્ડિયા ( World Records of India ) અને યુનિવર્સલ રેકોર્ડ ઓફ ફોરમમાં ( Universal Records of Forum ) શામેલ થયો છે. સુરતમાં નિર્મિત લાઈટ વેઇટ સેટેલાઈટ યુક્રેનની સેટેલાઈટ એજન્સી દ્વારા વર્ષ 2024માં લોન્ચ કરવામાં આવશે.

સુરતના ત્રણ વિદ્યાર્થીઓએ માત્ર 29 ગ્રામ વજનના સેટેલાઈટનું નિર્માણ કર્યું છે

ઉંચાઈ- પૃથ્વી ઉપર 80થી 100 કિમી રહેશે

સુરતમાં બનાવેલો હોકસેટ સેટેલાઇટ પૃથ્વીની નીચલી આંતરિક ભ્રમણકક્ષામાં ભ્રમણ કરશે.આ સેટેલાઈલ સોલાર રેડિયેશનને મેજર કરશે. જેથી ઓઝોનને થતી ક્ષતિ અંગેની માહિતી મેળવી શકાશે તેમજ તે વિસ્તારમાં મેગનેટ ક્ષેત્રના ડેટા પર નજર રાખશે. ટીમના મેમ્બર અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, હોકસેટ 21નું વજન – 29 ગ્રામ છે. જેની સાઈઝ 3.2 સેમી ક્યુબ છે અને ઉંચાઈ- પૃથ્વી ઉપર 80થી 100 કિમી રહેશે. અગાઉ તે રેકોર્ડ કલામસેટના નામે હતું. તેનું વજન 64 ગ્રામ અને કદ 3.8 સેમી ક્યુબ હતું.

સુરતમાં નિર્મિત લાઈટ વેઇટ સેટેલાઈટ યુક્રેનની સેટેલાઈટ એજન્સી દ્વારા વર્ષ 2024માં લોન્ચ કરવામાં આવશે

વેસ્ટેજની સંખ્યા નહિવત કહી શકાય

અખિલેશ યાદવે વધુમાં જણાવ્યું હતું કે આ વિશ્વનો સૌથી નાનો સેટેલાઈટ ( World's Smallest Satellite ) છે. આ પૃથ્વી પર સિગ્નલ મોકલશે, પરંતુ નાનો હોવાના કારણેે આ સેટેલાઈટ અમને ડેટા સીધા નહીં મોકલે. આ માટે અમે બીજા સેટેલાઇટ સાથે ટાઇઅપ કર્યું છે. જેના થકી આ તમામ ડેટા અમારી પાસે આવશે. સેટેલાઈટની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ અનેક વેસ્ટેજ જોવા મળતાં હોય છે. આ સેટેલાઈટ નાનો હોવાના કારણે તેની વેસ્ટેજની સંખ્યા નહિવત કહી શકાય. મોટા ઉપગ્રહો મોકલવામાં ખર્ચો વધારે હોય છે પરંતુ આ નાનો હોવાના કારણે ને સ્પેસમાં તેને મોકલવાનો ખર્ચ માત્ર 10,000-15,000 રૂપિયા સુધી રહેશે. યુક્રેનની સ્પેસ એજન્સી દ્વારા આ સેટેલાઈટને લોન્ચ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરતનાં યુવાનોએ વિક્રમ સર્જ્યો : 'કલામ રોકેટ' ને કેનેડાની સેટેલાઈટ સ્પેસ કંપની દ્વારા કરાશે લોન્ચ

આ પણ વાંચોઃ શા માટે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશ જવાનો છે ક્રેઝ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.