સુરતઃ મહિલા ક્રિકેટરે રણજી ટ્રોફી ઉપરાંત અન્ય મેચો રમાડવાની લાલચ આપ્યા પછી 27 લાખની રકમ પડાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મહિલા ક્રિકેટર અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોની સામે સુરત ઇકોનોમી સેલ (Surat Economy Cell) દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી
સપના રંધાવા જ્યારે મીડિયાના કેમેરા સામે આવી ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. આ સમગ્ર મામલે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, સુરતના ક્રિકેટર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર સપના રંધાવા મૂળ હિમાચલ પ્રદેશની છે અને પૂર્વ ક્રિકેટર પણ રહી ચૂકી છે નેશનલ લેવલ પર તેણે અનેક ક્રિકેટ મેચ પણ રમ્યા છે. અમને 15થી 20 લોકોએ તેના વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદી ક્રિકેટર યુપીમાં એક મેચ દરમિયાન સપનાને મળ્યો હતો અને સપનાએ લો ભાવની લાલચ આપી હતી કે તેને નાગાલેન્ડની રણજી ટીમમાં તેને સામેલ કરાવશે, ત્યારબાદ ક્રિકેટરે સપનાને લાખો રૂપિયા આપ્યા છે આ સમગ્ર મામલે સુરત પોલીસ તપાસ કરી રહી છે.
લાખો રૂપિયા પડાવ્યા
રણજી ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય સ્તરની મેચોમાં રમાડવાની લાલચ આપીને હિમાચલ કાંગડાની સ્વપના રંધાવા નામની ક્રિકટરે નવસારી-ઉધનાના યુવાન સાથે છેતરપિંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ઉપરાંત ગુજરાતના અન્ય યુવાનો સાથે આ મહિલા ક્રિકેટર અને તેની સાથે સંકળાયેલા અન્ય 3 કરતા વધારે શખ્સોએ લાખો રૂપિયા પડાવ્યા હોવાની આશંકા ઇકોનોમી સેલ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Fake Marksheet Scam : નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટનું દેશવ્યાપી કૌભાંડ ઝડપાયું, એક મહિલાની ધરપકડ
Crime Case In Morbi : મોરબીમાં અકસ્માતમાં બેના મૃત્યુ, વૃદ્ધની લૂંટના ઈરાદે હત્યા કરાઈ
રણજી મેચ રમવાની વ્યવસ્થા
હિમાચલ પ્રદેશના કાંગડાથી મહિલા ક્રિકેટરને લઇ આવીને ઇકોનોમી સેલ (Surat Economy Cell) દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી છે. નવસારીના યુવાનને મહેસાણા ખાતે નાગાલેન્ડ રાજ્ય તરફથી આ મહિલા ક્રિકેટરે સેટીંગ કરીને એક રણજી મેચ રમવાની વ્યવસ્થા પણ કરી આપી હતી, ત્યારબાદ અન્ય મેચોમાં સેટીંગ નહી કરતા આ યુવાન દ્વારા સુરત પોલીસને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઇકોનોમી સેલે જણાવ્યું હતું કે, આ મામલે સંખ્યાબંધ યુવાનોને આંતરરાષ્ટ્રીય મેચ રમવાની લાલચ આપી હોવાની આશંકા છે.